હાઈટેક કારમાં આવતી સેન્ટ્રલ લોક સિસ્ટમના લીધે બાળકોના મોતનું પ્રમાણ વધ્યું છે. આકસ્મિક રીતે સેન્ટ્રલ લોક થઇ જતા કાર ચાલક અથવા અંદર બેસેલા લોકોના મોત થઇ જાય છે. આગ લાગવાના બનાવો અને રસ્તામાં થતા અકસ્માતોના લીધે કારની સેન્ટ્રલ લોક સિસ્ટમ બંધ થઇ જાય છે. જેને લઈને અકસ્માતમાં લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે.
સુરતના ડિંડોલીમાં પણ આવી ઘટના બની હતી અને બે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જાણો સેન્ટ્રલ લોક સિસ્ટમને કારણે કેટલાંએ ગુમાવ્યા જીવ
1.. 2018 માં સુરત માં બે બાળકોના મોત
2.. 2016 માં સુરત બાળક મળ્યું હતું
3.. 2015 મુંબઈ માં 5 વર્ષ ના બાળકનું મોત
4.. 2015 યુપી ના બે બાળકો મોટ ને ભેટ્યા હતા
5.. 2014 પુણે માં ત્રણ વર્ષ ના બાળકનું મોત
6.. 2013 દિલ્લી માં ચાર વર્ષ ના બાળકનું મોત

સેન્ટ્રલ લોક સિસ્ટમ ગાડીની સ્પીડ 40 કિમિ થતાની સાથે જ કાર ઓટો લોક થઇ જાય છે. આ ઉપરાંત આગ લાગતાની સાથે જ પણ ગાડી ઓટો લોક થઈ જાય છે. જેને પરિણામે ગાડીમાં બેઠેલા વ્યક્તિને બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે. આમ ટેકનોલોજી જ મોતનું કારણ બને છે.

Contribute Your Support by Sharing this News: