ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્યા

September 16, 2021

મંત્રીઓના ખાતાની વહેંચણી, કનુ દેસાઇને નાંણા , હર્ષ સંઘવીને ગૃહ, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, જુઓ કોને મળ્યા કયા ખાતા

મંત્રીઓના ખાતાની વહેંચણી, કનુ દેસાઇને નાંણા , હર્ષ સંઘવીને ગૃહ, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, જુઓ કોને મળ્યા કયા ખાતાગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  ના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી

ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટનો (Gujarat cabinet) શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો છે. રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્યા હતા. આ પછી મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

કોને મળ્યા કયા ખાતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો /વિભાગો

કેબિનેટ મંત્રી

રાજેન્દ્ર ત્રિવેદી- મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

જીતુ વાઘાણી  શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક

રૂષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો

પૂર્ણેશ મોદી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

રાઘવજી પટેલ – કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન

કનુ દેસાઇ – નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ

કીરીટસિંહ રાણા – વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી

નરેશ પટેલ– આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા

પ્રદિપસિંહ પરમાર સામાજીક ન્યાય અને અધિકારીતા

અર્જુનસિંહ ચૌહાણગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજયકક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી- રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન

જગદીશ વિશ્વકર્મા – કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી

બ્રિજેશ મેરજા– શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

જીતુ ચૌધરી કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો

મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા રાજયકક્ષાના મંત્રી

મુકેશ પટેલ  કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

નિમિષાબેન સુથાર- આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ

અરવિંદ રૈયાણી  વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

કુબેર ડીંડોર- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો

કિર્તીસિંહ વાઘેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ગજેન્દ્રસિંહ પરમાર – અન્ન નાગરિક પૂરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો

આર. સી. મકવાણા – સામાજીક ન્યાય અને અધિકારીતા

વિનોદ મોરડીયા- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

દેવા માલમ – પશુપાલન અને ગૌ સંવર્ધન

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0