1. દેશમાં 3 મેના રોજ બીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે તે પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ જિલ્લાઓમાં કોરોના વાયરસના સંક્રમણના આધારે ઝોન જાહેર કર્યા છે.જે અંતર્ગત ગુજરાતના 9 જિલ્લાઓ રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કે 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા ફક્ત 5 જિલ્લાઓ જ ગ્રીન ઝોન જાહેર થયા છે.
  2. ગુજરાતના 9 જિલ્લાઓ રેડ ઝોન
  3. ગુજરાતના જે જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
  4. 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોન
  5. ગુજરાતના જે જિલ્લાઓ ઓરેન્જ ઝોન જાહેર થયા છે તેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ સાબરકાંઠા, તાપી જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
  6. 5 જિલ્લાઓ ગ્રીન ઝોન જાહેર
  7. ગુજરાતના જે 5 જિલ્લાઓ ગ્રીન ઝોન જાહેર થયા છે તેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.
  8. લોકડાઉન ના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત થતાં બુટલેગરો મળ્યો છૂટો દૌર
  9. અમદાવાદમાં આજથી માસ્ક અને સેનિટાઇઝર ફરજીયાત, AMC દ્વારા હાથ ધરાયું ચેકીંગ
  10. ગોધરામાં સ્થાનિકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 200 લોકો સામે નોંધાઈ ફરિયાદ
  11. પ્રવાસી મજૂરોને વતન પહોંચાડવા આ વિચાર કરી રહી છે મોદી સરકાર, રેલવે પાસે માગ્યો પ્લાન
Contribute Your Support by Sharing this News: