કોરોના વાયરસે દેશ-દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ જીવલેણ બીમારી સામે લડવા માટે સરકાર અને જાહેર જનતાએ બાયો ચઢાવી છે અને રાજ્ય સરકાર પણ આ મામલે યોગ્ય પગલા ભરી રહી છે. ત્યારે કોરોના વાઇરસનો કહેર દૂર થાય તે માટે 70 વર્ષ બાદ કિન્નર સમાજે માતાનો ગરબો મુક્યો અને ગરબે રમ્યા હતા. કિન્નરોને માતાને પ્રાર્થના કરી કે કોરોના વાઇરસનો કહેર દૂર થાય.

ચૈત્ર નવરાત્રીના પ્રારંભથી જ કોરોનાને લઈને લોકોની માતાજી પ્રત્યેની ભક્તિ શ્રદ્ધા માનતા પૂજા શરૂ થઇ છે એવીજ રીતે રાજપીપળામાં રહેતા 7 જેટલા વ્યંગઢળો (કિન્નર) દ્વારા ખાસ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. જેમની 70 વર્ષથી કોઈએ ચૈત્ર નવરાત્રીનો ગરબો કોઇએ નથી મુક્યો પણ આ મહામારીને નાથવામાં નવદુર્ગા વિશ્વના માનવોની મદદ કરે આ કોરોનો પ્રકોપ દૂર કરે, એ માટે ચૈત્ર નવરાત્રી નિમિતે પોતાના ઘરમાં માતાજીનો ગરબો મૂકી 9 દિવસનો ઉપવાસ કરી રોજ અખંડ દીવો પ્રગટાવી પૂજા કરશે. કોરોના પ્રકોપ દૂર કરે એમાટે માતાજીની માનતા રાખી નવરાત્રી દરમ્યાન ઘરમાં જ ગરબા પણ રમશે અને માતાજીને રિઝાવી રહ્યા છે.

વર્ષ પહેલા આવી મહામારી આવી હતી. ત્યારે અમારા વડીલો એ માતાજીનો ગરબો મૂકી આરાધના કરી હતી ત્યારે 10 થી 15 દિવસમાં આ મહામારી ખતમ થઇ ગઈ હતી. આજે વિશ્વ આખું કોરોનાની ઝપેટમાં છે ત્યારે માં મેલડી, માં નવદુર્ગાની આરાધના કરી કોરોના મુક્ત ભારત અને સમગ્ર દુનિયામાં આ રોગ ના રહે તે માટે પૂજા કરીવામાં આવી રહી છે. આરાધના કરી સાંજે પાંચ વાગ્યે ગરબા પણ અમે 7 માસીબાઓ રમીશું જેથી ભક્તિ સાથે કાયદાનું પણ પાલન થાય. આ વાત રાજપીપળાના કિન્નર લતા માસીએ કરી હતી.