કોરોનાની બીજી લહેરથી રાજસ્થાનમાં હાહાકાર મચ્યો છે. આ વખતે ફરી 6 લાખ કર્મચારીઓના પગારમાં કાપના સંકેતો મળી રહ્યા છે.

  • અધિકારીઓ વેતન ડેફર રાખવાની વાતથી ઈન્કાર કરી રહ્યા છે
  • હાલના સમયમાં રાજ્યની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે
  • માર્ચમાં લગભગ 6 લાખ સરકારી કર્મચારીઓનો પગાર સ્થગિત કર્યો હતો

ગહેલોત સરકાર એક વાર ફરી કર્મચારીઓના પગારમાં કાપ મુકી શકે છે. કર્મચારીઓની સાથે સાથે મુખ્યમંત્રી અને ધારાસભ્યોને પગાર કાપની કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો નાણા વિભાગે આની પુરી તૈયારીઓ કરી લીધી છે.

અધિકારીઓ વેતન ડેફર રાખવાની વાતથી ઈન્કાર કરી રહ્યા છે

નાણા વિભાગને સીએમ કાર્યાલય તરફથી લીલી ઝંડી મળવાની રાહ છે. જો કે નાણા વિભાગના અધિકારીઓ વેતન ડેફર રાખવાની વાતથી ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ સૂત્રોના જણાવ્યાનુંસાર આર્થિત સ્થિતિ સારી નથી. રાજસ્વાની પ્રાપ્તિ નથી થઈ રહી. સરકારને કોરોનાની બીજી લહેરને અટકાવવા માટે પૈસાની જરુર છે.

કેન્દ્ર સરકારે બોલ રાજ્યના પાલળામાં નાંખ્યો છે

કેન્દ્ર સરકારે રસી ખરીદવાનો અધિકાર રાજ્ય સરકારોને આપીને ગહેલોત સરકારના માથાનો દુઃખાવો વધાર્યો છે. હવે ગહેલોત સરકારે નક્કી કર્યુ છે કે તે રસી ખરીદશે અથવા તો રસી માટે કેન્દ્ર સરકાર પાસે આર્થિક મદદની અરજી કરશે. હાલના સમયમાં રાજ્યની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે અને રાજસ્થાનમાં ટેક્સ કલેક્શન પણ ઓછુ થયુ છે. તેવામાં રાજ્ય સરકારને કર્મચારીઓના પગારમાં ડેફર કરવાથી જ લગભગ 1 હજાર 600 કરોડ રુપિયા મળી શકે છે. ગત વર્ષ 75 ટકા ડેફર કર્યો હતો પગાર.

ગત વર્ષ માર્ચમાં લગભગ 6 લાખ સરકારી કર્મચારીઓનો પગાર સ્થગિત કર્યો હતો

ગહેલોત સરકારે ગત વર્ષ માર્ચમાં લગભગ 6 લાખ સરકારી કર્મચારીઓનો 75 ટકા પગાર સ્થગિત કરી દીધો હતો. બાદમાં સીએમએ બજેટના ભાષણમાં આને ફરી પાછો આપવાની વાત કરી હતી. મનાઈ રહ્યુ છે કે મેડિકલ સ્ટાફ, પોલીસ, સંવિદાકકર્મી અને ચોથા વર્ગના કર્મચારીઓના પગાર આ વખતે પણ ડેફર નહીં કરાય.

આ કારણે થઈ શકે કે વેતન કાપ

  • પ્રદેશમાં 3 મે સુધી મીની લોકડાઉન છે આ આગળ પણ વધી શકે છે.
  • અનેક ઔદ્યોગિક એકમોમાં આંશિક ઉત્પાદનો થઈ રહ્યા છે શ્રમિક વર્ગ ડરેલો છે કામ પર નથી આવી રહ્યા.
  • વ્યાવસાયિક ગતિવિધિઓ ઠપ છે આનાથી માર્ચમાં અંદાજિત 10 હજાર કરોડ રુપિયાનું રાજસ્વ કમાવામાં ભારે અછત આવી છે.
  • જન અનુશાસન પખવાડિયાના કારણે રાજસ્વની આવક સંબંધિ અનેક વિભાગોમાં કામને અસર પહોંચી છે.
  • રાજ્ય સરકારને કેન્દ્ર પાસેથી જીએસટીની બાકીની રકમ નથી મળી
  • નકારાત્મક અસરથી વિકાસની નબળી ગતિના કારણે સરળ રાજ્ય ઘરેલુ ઉત્પાદનના લક્ષ્‍યોની પ્રાપ્તની નથી થઈ રહી.
  • રાજ્યમાં રાજસ્વ સંકલનનો પ્રવાહ પણ અપેક્ષિત સ્તર સુધી નથી પહોંચી શક્યો