અનિવાર્ય સંજોગોમાં જ મુલાકાતીઓ ને દૂધસાગર માં આવવાની મેનેજમેન્ટે અપીલ કરી
ગરવી તાકાત મહેસાણા;- મિલ્ક સિટી મહેસાણા ની ઓળખ અને વિશ્વ ના ફલક ઉપર પોતાની નામના ધરાવતી દૂધસાગર ડેરી નું મેનેજમેન્ટ કૉવિડ ના આ કપરા કાળમાં પોતાના હજારો કર્મચારીઓ ની સલામતી સાથે લાખો ગ્રાહકો ને અવિરત રીતે પોતાની દૂધ સહિત ની આરોગ્યપ્રદ શુદ્ધતા સાથે ની પ્રોડક્ટ મળતી રહે તે માટે ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી ના સક્ષમ નેતૃત્વ હેઠળ હરકત માં આવી ગયું છે !!દૂધસાગર ડેરી ના પ્રવેશદ્વારે સેનેટાઇઝ ટનલ સહિત તાપમાન માપવાના યંત્રો સહિત માસ્ક વિતરણ અને આવનાર મુલાકાતી કે કર્મચારીઓ નું સંપૂર્ણ આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે . ગતરોજ મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના ચેરમેન શ્રી.અશોકભાઇ ચૌધરી એ દૂધસાગર ના વિવિધ વિભાગો ના વડાઓ સાથે એક તાકિદ ની બેઠક યોજી મહામારી ના આ નાજૂક સમય માં સરકાર શ્રી ની તમામ ગાઇડ લાઇન નું શત – પ્રતિશત સૂચના સાથે આ ડેરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ના પ્રાથૅમિક આરોગ્ય ની ચકાસણી કરવાના આદેશ કરી આ દિશામાં યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરાવી હતી . આ સાથે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સહિત ના અધિકારીઓ એ પ્રથમ તબક્કાની કોરોના વૅકસિન લઇ દૂધસાગર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓનું ૧૦૦% રસીકરણ થાય તે માટે ના પ્રયાસો હાથ ધર્યા છે . સાથે સાથે દૂધસાગર ડેરી લોકો ની પ્રાથમિક જરૂરિયાત એવા દૂધ અને તેની બનાવટો સાથે જોડાયેલી હોઇ કોઇપણ સંજોગોમાં ઉત્પાદન અને વિતરણ જળવાઈ રહે તે માટે ના તથા ગામડાંઓ ના પશુપાલકો આ વિકટ સમય માં પણ આત્મનિર્ભર બની રહે તથા સમયસર દૂધ સંપાદન થતું રહે તેના માઇક્રો પ્લાનિંગ હાથ ધરાયા છે . એક તરફ કોરોના વાઈરસ પોતાના અસ્તિત્વ નું પ્રમાણ આપતો હોય અને રોજેરોજ હજારો નાગરિકો ને પોતાની ઝપટ માં લઇ રહ્યો હોય ત્યારે પશુપાલકો પોતાની આરોગ્ય ની કાળજી સાથે પોતાના કર્મ ને પ્રાધાન્ય આપી દૂધસાગર ના અવિરત યજ્ઞમાં પોતાનું યોગદાન આપી જ્યાં “જ્યાં દૂધસાગર ત્યાં ત્યાં સમયસર શુદ્ધ દૂધ ” ના સૂત્ર ને સાર્થક કરવાની ચેરમેન શ્રી . અશોકભાઇ ચૌધરી એ નેમ વ્યક્ત કરી હતી . સમય ની આ નાજૂક ક્ષણે દૂધસાગર ડેરી ના ચેરમેન શ્રી એ પોતાની ચેમ્બરમાં ગોઠવાયેલી અનેક ખુરશીઓ ને દૂર કરી સૉશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે માત્ર ચાર વ્યક્તિ ને જ અનિવાર્યતા પ્રમાણે રૂબરૂ મુલાકાત આપવાની અને અન્ય જરૂરી કામો મોબાઇલ અને ટેકનોલોજી થી પૂરા કરવાની દિશામાં આગળ વધવાની સમય ની માંગ હોવાથી આ પ્રકારની શૈલી માં મેનેજમેન્ટ ને સેટ થવાની અને તે માટે ના સંશોધન સ્વિકાર કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો .