કોરોના (Corona) વાઈરસનો કહેર ધીમે ધીમે ફરી વધતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોરોના વાઈરસના ચેપમાં અચાનક ઉછાળાને કારણે બીએમસીએ મુંબઈમાં પ્રતિબંધ શરૂ કરી દીધું છે. મુંબઈની 1,305 ઈમારતોને સીલ કરી દેવામાં આવી છે. જેમાં 71,838 પરિવારો રહે છે. બીએમસીએ (BMC) મુંબઈમાં 2,749 કેસ આવ્યા બાદ આ નિર્ણય લીધો છે.શુક્રવારે ત્રણ મહિના પછી પ્રથમ વખત મહારાષ્ટ્રમાં કોવિડ -19ના 6,000 નવા કેસ નોંધાયા હતા. મોટાભાગે અકોલા, પૂના અને મુંબઈ વિભાગમાંથી કોરોનાના 6,112 કેસ નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 30 ઓક્ટોબરે એક દિવસમાં 6,000થી વધુ કેસ આવ્યા હતા અને ત્યારબાદ કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ધીમે ધીમે રાજ્યમાં કેસ વધતા જોવા મળી રહ્યા છે.કોરોનાના નવા કેસો સાથે કોરોના પોઝિટીવ લોકોની સંખ્યા વધીને 20,87,632 થઈ ગઈ છે. જ્યારે 44 વધુ લોકોના મોત બાદ મૃત્યુ આંક વધીને 51,713 સુધી પહોંચી ગયો છે. આ 44 મૃત્યુમાંથી 19 લોકો છેલ્લા 48 કલાકમાં મૃત્યુ પામ્યા હતા, 10 લોકો ગયા અઠવાડિયે મૃત્યુ પામ્યા હતા જ્યારે 15 લોકો તે પહેલા મૃત્યુ પામ્યા હતા. કોરોનાના વધતા કહેરને જોઈને તંત્ર ફરી કડક પગલાં ભરવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.