કોંગ્રેસે પીએમ મોદી પર સીધા રાફેલ કૌભાંડનો આરોપ લગાવ્યો
કોંગ્રેસને મેનિફેસ્ટોમાં કલમ 370માં ફેરફાર નહીં કરવાનો અને સેનાને મળતા ‘આફાસ્પા’નો ફાયદો દૂર કરવાનો ઉલ્લેખ મોંઘા પડ્યો
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા સીટ પર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. શરૂઆતના રુઝાનમાં તૃણમૂલ કોંગ્રેસ જ્યાં 24 સીટથી આગળ છે જ્યારે ભાજપે રાજ્યમાં પહેલીવાર ખૂબ સારુ પ્રદર્શન કરીને 17 લોકસભા સીટ મેળવી છે. સમગ્ર દેશમાં બીજેપીને લગભગ 280 સીટ મળતી જોવા મળી રહી છે.

કોંગ્રેસની સ્થિતિ લોકસભા ચૂંટણી 2019માં પહેલાં કરતા પણ વધારે ખરાબ જોવા મળી રહી છે. દેશમાં હવે આગામી પાંચ વર્ષમાં પણ મોદી લહેર જોવા મળશે. તો સવાલ એ ઉભો થાય છે કે, એવું તો શું કારણ હશે કે પાંચ વર્ષની સત્તા વિરોધી લહેર પછી પણ કોંગ્રેસ અથવા વિપક્ષને જીત ન મળી.

મોદીના રાષ્ટ્રવાદ સામે કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ફળ ગયું
ઓપરેશન બાલાકોટ પછી બીજેપી રાષ્ટ્રવાદની લહેર પર છવાઈ ગઈ જ્યારે કોંગ્રેસના અમુક લોકોએ આ વિશે પુરાવા માગ્યા હતા. મોદીએ આ ચૂંટણીમાં સેના અને બીજેપીની છબીને એક કરી દીધી અને ઓપરેશન બાલાકોટ પછી મોદીનો વિરોધ એટલે કે સેનાનો વિરોધ એવું વાતાવરણ ઉભુ થઈ ગયું હતું અને રાહુલ ગાંધી લોકોના આ ભ્રમને તોડી ન શક્યા.

નિષ્ફળ ગયો રાફેલનો મુદ્દો
છેલ્લા 2 વર્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર સીધો કૌભાંડનો આરોપ લગાવ્યો હતો અને સ્ટેજ પરથી જ ‘ચોકીદાર ચોર છે’ના નારા લગાવ્યા હતા. પરંતુ પીએમ મોદીએ આ આરોપોને આક્રમક ટક્કર આપી હતી અને ‘ચોકીદાર ચોર છે’ની નારેબાજી સામે ‘મેં ભી ચોકીદાર’ના નારા લગાવ્યા હતા. હવે એવું લાગે છે કે, રાહુલ ગાંધીનું મોદી પર સીધા આરોપ લગાવવાનું જનતાને પસંદ નહીં આવ્યું હોય.

કૌભાંડ મુક્ત સરકાર
પીએમ મોદીએ 5 વર્ષના કાર્યકાળમાં કોઈ પણ મંત્રી પર કોઈ જ કૌભાંડનો આરોપ લાગવા દીધો નથી. રાફેલ મુદ્દા પર પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના નિવદેન વિશે સુપ્રીમ કોર્ટની માફી માંગવી પડી હતી. તેની અસર પણ મતદારો ઉપર ચોક્કસ જોવા મળી હશે.

મોંઘવારી આ વખતે મુદ્દો ન બની શકી
આ લોકસભા ચૂંટણીની ખાસ વાત એ છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હોવા છતાં જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નહતો. તેથી વિપક્ષ આ ચૂંટણીમાં મોંઘવાને મુદ્દો બનાવી શકી નહતી.

કોંગ્રેસ ન કરી શકી ગઠબંધન
યુપીએને મજબૂત કરવાના અભિયાનમાં કોંગ્રેસ સંપૂર્ણ પણે નિષ્ફળ રહી છે. કેરળ અને તમિલનાડુમાં કોંગ્રેસને ગઠબંધનનો ફાયદો નથી મળ્યો. જોકે કોંગ્રેસને ગઠબંધન પછી પણ ફાયદો થવાની શક્યતા નહિવત્ હતી.

કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ સૌથી મોટું કારણ
ઓપરેશન બાલાકોટ પછી જ્યાં દેશ પર રાષ્ટ્રવાદી લહેર છવાઈ હતી ત્યાં કોંગ્રેસે મેનિફેસ્ટોમાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી કલમ 370માં ફેરફાર નહીં કરવાની અને સેનાને મળતાં આફાસ્પા’નો ફાયદો દૂર કરવાનો ઉલ્લેખ મોંઘા પડ્યો. જેનો પીએમ મોદીએ મુદ્દો બનાવ્યો હતો.

Contribute Your Support by Sharing this News: