કેન્દ્ર સરકારનું આવકારદાયક પગલું  સીબીએસસી બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલવાઇ.રોટરી કલબ પાટણના   ક્લબ  ટ્રેનર   બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
રોટરી કલબ પાટણના ક્લબ ટ્રેનર    બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે  કોરોનાના વધતા કેસો અને તેના કારણે વધી રહેલી   મુશ્કેલીઓ  વચ્ચે
શ્રી   નરેન્દ્ર મોદી સરકારે બુધવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ બોર્ડની પરીક્ષા   અંગે મોટો નિર્ણય લીધો  સીબીએસઈની ધોરણ બાર ની બોર્ડની પરીક્ષા ચાર મેથી શરૂ થઇને ચૌદ જૂન સુધી ચાલવાની હતી મોદી સરકારે આ પરીક્ષા  હમણા નહી યોજવાનુ  નક્કી કરીને પાછી ઠેલી છે  જ્યારે ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા તો રદ જ કરી નાખી છે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા લેવાશે નહીં ને દસમામાં ભણતા છોકરાને વગર પરીક્ષાએ ઉપર ચડાવી દેવાશે છોકરાને ઉપર ચડાવવા માટે કયા  ધારાધોરણ રખાશે તેની  જાણકારી હાલ અપાયેલ નથી      બોર્ડ દ્વારા નક્કી કરાયેલા હકારાત્મક માપદંડના આધારે ધોરણ દસ નું બોર્ડનું પરિણામ તૈયાર કરાશે અને તેના આધારે છોકરા  ને અગિયારમાં ધોરણમાં ચડાવાશે આ માપદંડ શું  હશે  તેની આપણને ખબર નથી સ્કૂલો દ્વારા લેવાતી આંતરિક કસોટી તેનો માપદંડ  કદાચ હોઈ શકે ને બોર્ડ    લેવા ખાતર ઓનલાઇન  પરીક્ષા  લે એવું પણ બને જે પણ નક્કી થશે    સામે આવવાનું   છે આજે નહીં તો કાલે ખબર પડશે  સીબીએસઇ સાથે સંકળાયેલી ધોરણ દસ ની
સ્કૂલના  વિદ્યાર્થીઓએ   પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રમાં જવું નહીં પડે   આ સંજોગોમાં જે પણ માપદંડ નક્કી થાય એ  ઢીલા હોઇ  શકે   મોટા ભાગના છોકરા   અગિયાર મા  ધોરણ મા જતા રહેશે  એ  નક્કી છે
રાજ્ય સરકારના બોર્ડ પણ મોદી સરકારે લીધેલા નિર્ણય  ને   અનુસરશે   આ વખતે દેશમાં  દસમા ધોરણના મોટાભાગના વિદ્યાર્થી પરીક્ષા આપવા જવાની   ઝંઝટ  માંથી છુટી ગયા બારમા ધોરણની બોર્ડની પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓ કઇ લાઈનમાં જશે  એ નક્કી થતું હોય છે માટે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા રદ ન કરી શકાય બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં  પ્રેક્ટિકલ પરીક્ષા  પણ હોય છે એ ઘર  બેઠા  આપી ના શકાય  એ જોતાં બારમા ધોરણની પરીક્ષા  લેવી પડશે એ વિના છૂટકો નથી      એ જોતા મોડી તો મોડી પણ બારમાના બોર્ડની પરીક્ષા લેવાશે પણ કમસે કમ અત્યારે   પરીક્ષા પાછી ઠેલાઈ ગઈ  માટે બારમા ધોરણના વિદ્યાર્થીઓને રાહત થઈ ગઈ    લોકો દ્વારા પણ  માગણી થતી હતી
છોકરા પરીક્ષા આપવા જાય અને કોરોના નો ચેપ  લઇને ઘરે આવે ત્યારે તેમના અને તેમના કુટુંબીજનો ની કેવી  દશા થાય  ?
 બાબુભાઈ  પ્રજાપતિ    વધુમાં જણાવે છે કે  હાલ પુરતી પરીક્ષાઓ પડતી મૂકો
એવી માગણી છેલ્લા ત્રણ મહિનાથી લોકો કરતાં હતાં
કોરાના ના કેસો અતિશય ઝડપે    વધી રહ્યા છે ને બે ત્રણ મહિના લગી બધું સરખું થાય એવું લાગતું નથી માટે તેમણે આ નિર્ણય લીધો છે મોદીએ લીધેલા આ નિર્ણય લઈને સારું કર્યું તેમાં શંકાને કોઈ સ્થાન નથી   સરકાર  કોઈ ચાન્સ લેવા માગતી નથી  કોરોનાનો નવો    ટ્રેઈન          આવ્યો છે એમાં તો બાળકો પણ કોરોનાનો  ભોગ બને છે  તે  જોતા જરાય  ઢીલાશ રાખવી   પરવડે એમ નથી    કોરોના વાયરસનો ચેપ ફેલાવવાનો સૌથી વધારે ખતરો બાળકો  અને   વૃધ્ધોને  હોય છે  એવુ   તજજ્ઞો   કહે છે બાળકો   અને વૃધ્ધોને  ની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે  તે રીતે  તેમને ચેપ લાગવાનો ખતરો સૌથી વધારે હોય છે બાળકોમાં સમજ ના  હોય એ સંજોગોમાં એ કારણે ગમે ત્યાં   અડે અને  નાક મોં પર   હાથ ફેરવે તેમને ચેપ લાગી શકે આ બાળકો ઘરે   આવે પછી પોતાના પરિવારજનો સાથે પ્રેમથી વર્તી ને એકદમ  પ્રેમ લાગણી    બતાવતા હોય છે તેના કારણે પરિવારજનો પણ તેમના સંપર્કમાં આવીને કોરોનાનો ભોગ બને એ જોતાં વિદ્યાર્થીઓને તો કોરોનાના ચેપ લાગવાના ખતરાથી દૂર રાખવામાં જ ભલાઇ છે
એમ   રોટરી કલબ પાટણના   ક્લબ  ટ્રેનર   બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.