કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને બચાવવા માટે આકરો નિર્ણય ન્યૂઝિલેન્ડમાં ગાયોનો રોગચાળો અટકાવવા માટે દોઢ લાખ ગાયોને મારવાનો આદેશ

શેર કરવા અહીં ક્લિક કરો.

ન્યૂઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝ્મા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં ફેલાતી બીમારીને કાબુમાં લેવા માટે આ આકરો નિર્ણય લેવાયાની સરકારે જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંન્ડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અમારા માટે બહુ મુશ્કેલ હતો. અબોલ જીવોનો નાશ કરવાનો નિર્ણય ન છૂટકે લેવો પડયો છે. કારણ કે અમારી પાસે બે જ વિકલ્પો હતો – એક તો બીમારીને અટકાવવા માટે જેમાં સંક્રમણ ફેલાયું હતું તે ગાયોનો નાશ કરવો અથવા તો આખા દેશમાં એ બીમારી ફેલાવવા દેવી. આખરે અમે ૧.૨૬ લાખ ગાયોનો નાશ કરવાનો નિર્ણય લીધો છે. બોવિસ નામની આ બીમારીના કારણે વિચિત્ર પ્રકારનો તાવ આવે છે, ગાંઠ થાય છે અને સાંધા જકડાઈ જવાની બીમારી શરીરમાં જોવા મળે છે. સરકારે દાવો કર્યો હતો કે આ બીમારીથી લડવા માટે અત્યાર સુધીમાં ૪૧૫૦ કરોડ રૃપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. ગાયોના નાશ કરવાથી કૃષિ આધારિત અર્થતંત્રને ભારે નુકસાન થશે, પણ એ આકરા નિર્ણય વગર બીજો વિકલ્પ ન હતો એવું કહીને વડાપ્રધાને કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડમાં ૧ કરોડ કરતા વધુ ગાયો છે અને ડેરી ઉદ્યોગ ન્યૂઝીલેન્ડમાં બહુ જ મોટાપાયે છે. આટલી ગાયોનો નાશ થશે એટલે ન્યૂઝીલેન્ડને કરોડોનું નુકસાન થશે એમ પણ સરકારી નિવેદનમાં કહેવાયું હતું. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં આ બીમારીને અટકાવવા માટે ન્યૂઝીલેન્ડમાં ૨૪,૦૦૦ ગાયોનો નાશ કરાયો હતો. આ મવેશિયો ગાયોમાં ફેલાયેલી બીમારીની લપેટમાં અન્ય પશુઓ પણ આવ્યા છે. દુનિયાના કુલ દૂધ ઉત્પાદનમાંથી ૩ ટકા ઉત્પાદન એકલા ન્યૂઝીલેન્ડમાં થાય છે.

શેર કરવા અહીં ક્લિક કરો.