કુમારસ્વામી બની શકશે કર્ણાટકના કિંગમેકર ?

ગમ્યું તો આગળ શેર કરો.

કર્ણાટક ચૂંટણીના પરિણામ નવા ટ્વીસ્ટ તરફ છે. બહુમતીથી રાજ્યમાં સરકાર બનાવવા તરફ વધી રહેલા ભાજપને રોકવા માટે કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ ગઠબંધન થવા પર જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચ ડી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જો એવુ થાય તો કર્ણાટકના બે દિગ્ગજ નેતાઓ સિદ્ધારમૈયા અને યેદિયુરપ્પાને પાછળ મૂકીને અસ્તિત્વની લડત લડી રહેલા એચડી કુમારસ્વામી કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની શકે છે. કર્ણાટકમાં ચૂંટણી પહેલા કુમારસ્વામી પોતાના નિવેદનને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે કિંગ મેકર નથી પરંતુ પોતે જ કિંગ છે. કોણ છે? કુમારસ્વામી જાણો – એચડી કુમારસ્વામી જેડીએસ નેતા એચડી દેવગોડાના પુત્ર છે, એચડી દેવગોડા ભારતના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. – કુમારસ્વામીને કુમારાન્નાના નામથી પણ બોલાવવામાં આવે છે – તેમણે બેંગાલુરુમાં જયનગરમાં આવેલા નેશનલ કોલેજથી B.Scનો અભ્યાસ કર્યો છે – જેડીએસ નેતા એચડી દેવગોડા અને તેમના પુત્ર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામી – કુમારસ્વામી રાનાનગરમથી ત્રણ વખત ધારાસભ્ય પણ છે. (વર્તમાનમાં પણ) – કર્ણાટકની ત્રીજી સૌથી મોટી જનતા દળ સેક્યુલરના નેતા એચડી કુમારસ્વામીએ આ વખતે બે વિધાનસભા ક્ષેત્ર રામનગરા અને ચન્નાપટનાથી ચૂંટણી લડી હતી. – કુમારસ્વામી પાસે 42 કરોડ 91 લાખ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે. – એચડી કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામીએ 124 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જે 2013ની સરખામણીએ 20 કરોડ રૂપિયા વધારે છે. – કર્ણાટક ચૂંટણીમાં એચડી કુમારસ્વામી સૌથી અમીર ઉમેદવાર હતા.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો