કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણની ચાર ઘટના બની છે. શોપિયા જિલ્લામાં ઇમામ સાહબમાં બે-ત્રણ આતંકવાદીઓ છૂપ્યા હોવાની જાણકારી મળી હતી. બંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કર-એ-તૌયબાના બે આતંકીઓ માર્યા ગયા છે. જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અલીભાઇ પણ સામેલ છે.

એક રિપોર્ટ અનુસાર, બારામુલા જિલ્લામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. તે સિવાય શોપિયામાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ ચાર અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ આતંકીઓનો ઠાર મારવામાં આવ્યો છે. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સૈન્યકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે.

Contribute Your Support by Sharing this News: