કલા મહાકુંભમાં ભાગ લેવા માટે અરજી કરો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા

રાજ્ય સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહેસાણા દ્વારા કલા મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ૦૬ થી ૧૪ વર્ષનું વયજૂથ,૧૫ થી ૨૦ વર્ષનું વયજૂથ,૨૧ થી ૫૯ વર્ષનું વયજુથ અને ૬૦ વર્ષની ઉપરનું વયજુથ કલાકારો માટે કલા મહાકુંભ ૨૦૧૮નું આયોજન કરવામાં આવનાર છે.

જેમાં  ગાયન વિભાગમાં સુગમ સંગીત,ગીત,શાસ્ત્રીય કંઠ્ય સંગીત,સમૂહ સંગીત,સમૂહ લગ્નગીત, અને ફટાણાનો સમાવસે થાય છે.નૃત્ય વિભાગમાં ગરબા,ભરત નાટ્યમ,રાસ,કથ્થક,લોકનૃત્ય,સમૂહનૃત્ય,,ઓડીસી,મણીપુરી અને કુચીપુડીનો સમાવેશ થાય છે. વાદન વિભાગમાં વાસંળી,તબલા,હાર્મોનિયમ(હળવું),ઓરગન,પખાવજજ,સિતાર,ગિટાર વાયોલીન,સ્કુલ બેન્ડ,મૃદંગમ,સારંગી,સરોદ,જોડીયા પાવા અને રાવણ હથ્થોનો સમાવેશ થાય છે. અભિનય વિભાગમાં એક પાત્રીય અભિયન, અને ભવાઇનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધા તાલુકા સ્તરેથી લઇને રાજ્ય સ્તરે યોજાનાર છે.સ્પર્ધામાં ભાગ લેવા માટે ૦૧ જુલાઇથી ૧૫ જુલાઇ દરમિયાન www.kalamahakumbhgujarat.com  ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ઓફલાઇન અરજી માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી બ્લોક નં૦૧,ત્રીજો માળ,બહુમાળી ભવન રાજમહેલ રોડ મહેસાણા ખાતેથી ફોર્મ મેળવી પહોંચાડવાના રહેશે. આ અગેની વધુ વિગત માટે ૦૨૭૬૨-૨૨૨૬૦૨ નો સંપર્ક સાધવાનો રહેશે તેમજ જિલ્લા રમત ગમત અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે

શેર કરવા અહીં ક્લિક કરો.