કર્ણાટક:કેટલા સમય સુધી ચાલશે કોંગ્રેસ અને JDSની આ સહયારી ગાડી?

શેર કરવા અહીં ક્લિક કરો.

કર્ણાટક ચૂંટણી પરીણામ બાદ થોડા દિવસ માટે ચાલેલા રાજકીય નાટકબાજી બાદ ચૂંટણીમાં એકબીજાની વિરુદ્ધ લડેલા કોંગ્રસે અને જેડીએસ અંતે એક સાથે આવીને કર્ણાટકમાં સરકાર રચવા જઈ રહ્યાં છે. આ નવી સરકરાના મુખ્યમંત્રી તરીકે જેડીએસના કુમાર સ્વામી 23મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લેશે. 23મે 12.30 વાગ્યે તેમની શપથ ગ્રહણ વિધિ છે. ત્યારે આ સમયને આધારે બનાવવામાં આવતી નવી સરકારની કુંડળી શું કહે છે? કેટલા સમય સુધી ચાલશે કોંગ્રેસ અને જેડીએસની આ સહયારી ગાડી? ચાલો જાણીએ જ્યોતિષની દ્રષ્ટીએ શું છે આ સરકરાનું ભવિષ્ય. કુમારસ્વામીની કુંડલી મીથુન લગ્નની બને છે. તેમની કુંડલીમાં સપ્તમ ભાવ જેને મેનેજમેન્ટ અને સમજદારીનું સ્થાન ગણાય છે. તેમાં સૂર્ય અને શનિ બેઠા છે. આ બંને શત્રુભાવી ગ્રહો આ ઘરમાં હોવાના કારણે કુમારસ્વામી ક્યારેય વિશ્વાસુ ભાગીદાર પુરવાર થયા નથી. અત્યાર સુધીનો તેમનો ઇતિહાસ પણ આ જ વાતની સાક્ષી પુરે છે.

આ બધી વાતને ધ્યાને રાખી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમયની કુંડળી કાઢી જે સ્થિતિ સામે આવી રહી છે તેને જોતા બુધવારે 23 મેના દિવસે 12-30 વાગ્યે અભિજીત મુહૂર્તમાં સિંહ લગ્નનો ઉદય થાય છે. રાજસત્તાના સ્થાન એટલે કે 10માં ભાવમાં બેઠા સૂર્ય ત્યારે બુધ અને શુક્ર વચ્ચે ઉભયચરી યોગ બનાવે છે. જે તેમના સહયોગી તરફથી પૂર્ણ સમર્થનને સૂચવે છે. શુક્લ પક્ષની નવમી તિથિ હોવાના કારણે ચંદ્ર પક્ષબળથી પરીપૂર્ણ થઈને મુહૂર્ત કુંડળીના લગ્ન સ્થાનમાં બેઠો છે. જેના કારણે કુમારસ્વામીને પોતાની યોજનાઓના દ્વારા જનતાનો પ્રેમ મળશે. મિથુન લગ્નની કુમારસ્વામીની કુંડળીમાં સપ્ટેમ્બર મહિનામાં દશમ ભાવમાં કેતુની 7 વર્ષની મહાદશા આવે છે. જોકે કેતુ પર ગુરુની દ્રષ્ટી હોવાથી આ સમયગાળો ખૂબ લાભદાયી પુરવાર થશે. મે 2019માં લોકસભા ચૂંટણીમાં કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને કર્ણાટકમાં ખૂબ મોટી સફળતા મેળવશે જ્યારે ભાજપના હાથે નિરાશા લાગશે.

જોકે આ બધા વચ્ચે કુમારસ્વામીની વધતી લોકપ્રિયતા અને વધતા કદના કારણે કોંગ્રેસ સાથેનું તેમનું અંતર વધી જશે. વર્ષ 2020માં મકર રાશિમાં શનિ કુમારસ્વામીની ખુરશીને છીનવી લેશે. આ સાથે જ ફરીએકવાર કર્ણાટકના રાજકીય ફલક પર બહુ મોટી ઉથલ-પાછળ જોવા મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.