કડી તાલુકાના નંદાસણ ગામે રાત્રી ના સમયે રાત નુ જમીને ઘરના ધાબા પર ઘર બંધ કરી તાળું મારીને ઓશિકા નીચે ચાવી મૂકીને ઊંઘી ગયા હતા તેવા મોડી રાત્રીએ કોઈ અજાણ્યા ઈસમો એ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઓશીકા નીચેથી ચાવી લઈ ભર નીંદ માં ઊંઘેલા પરિવાર ને તેની ગંધ પણ ના આવે તે રીતે તાળું ખોલી સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ લઈને ને અજાણ્યા ઈસમો ઘરનુ તાળું ખુલ્લું મૂકીને ફરાર થઈ જતા અજાણ્યા ઈસમો ની મેલડી માતા ના મંદિર માં લગાવેલ સીસી કેમેરા ની ફુટેજ માં ધારીયા ધોકાઓ લઈને ઘર પાસેથી પસાર થઇ રહેલા અજાણ્યા ઈસમો ની સામે ફરીયાદ નોંધાઇ છે આ અંગેની પોલીસ મથકે થી મળતી માહીતી મુજબ નંદાસણ ના ઉમાનગર રેહતા સંજયભાઈ રામશંકર ભાઈ જોશી પોતાના દુકાન ઉપર થી સાંજે રાતે આઠ વાગે દુકાન પર નો વકરો રૂપિયા ૨૨૦૦૦/- પર્સ માં લઈને ઘેર આવ્યા બાદ પર્સ મુકીને રાતનુ ભોજન લઈને ગરમીના કારણે ઘર નુ તાળું મારીને ધાબા ઉપર ઓશીકા નીચે ચાવી મુકીને ભર નિંદ્રા માં ઊંઘી ગયેલા પરિવાર ને જાગી ના જાય તેવી રીતે ધાબા ઉપર આવી ઓશીકા નીચેથી ચાવી સેરવી લઈને ઘરનુ તાળું ખોલી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરની તિજોરીમાં મુકેલા પિત્તળ ના ડબા માં મુકેલા દાગીના તેમજ તિજોરી મુકેલા દાગીના કીમત રૂપિયા ૨૨૦૦૦/- તેમજ દુકાન નો પર્સ માં મુકેલો વકરો રૂ ૨૨૦૦૦/-કુલ ૪૪૦૦૦/-ની મત્તા ચોરી લઈને અજાણ્યા ઈસમો ઘર નુ તાળું ખુલ્લું મૂકીને ભાગી જતા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે મંદીર માં લગાવેલ સીસી કેમેરા ફૂટેજ માં મારક હથિયારો સાથે ઘર પાસેથી પસાર થતા ઈસમો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે