કડી ના કસ્બા વિસ્તારમાં આવેલી નવઘરી શેરી મહોલ્લામાં છેલ્લા ઘણા દિવસ થી ગટર ના પાણી ઉભરાઈ રહ્યા છે. તે ગટરના પાણી નો યોગ્ય રીતે નિકાલ ના થતા ગટરના પાણી ઉભરાઈ ને  આજુબાજુ ના ઘરમાં જવા લાગ્યા હતા. અને ત્યાં ના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. કડી નગરપાલિકા ને વારંમવાર જાણ કરવા છતાં નગરપાલિકા ના કર્મચારીઓ રોજ મુલાકાત લઈ ત્યાં રહેતા એરિયા ના રહીશો થી જાણવા મળ્યું કે રોજ ખાલી ખાલી મુલાકાત કરી ને જતા રહે છે પણ કોઈપણ જાતની કામગરી કરવામાં આવતી નથી.
ત્યાં મહોલ્લામાં રહેતા રહેવાસીના ધરમાં અને પાણી ના અંડરગ્રાઉન્ડ ટેન્ક માં પણ ગટર ના પાણી ભરાઈ ગયા છે અને આવા રમજાન ના પવિત્ર મહિનાનામાં પણ આવી વિપરીત મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અને આ ગટર ના પાણી થી રોગચાળો પણ વધી શકે છે  આટલી કોરોના વાયરસ ની ફેલાતી મહામારી માં પણ નગરપાલિકા ની આવી કામગીરી ખૂબ નિંદનીય જોવા મળી હતી
જૈમિન સથવારા- કડી