ઓક્સીજન, રેમડેસીવીર, ફેબીફલુ માટે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારોની રઝળપાટ, ખાનગી કોવીડ-૧૯ હોસ્પિટલના તબીબો લાચાર

શેર કરવા અહીં ક્લિક કરો.

 garvi takat.અરવલ્લીઃ કોરોના મહામારીના અજગરી ભરડામાં ઓક્સીજનની વારંવાર સર્જાતી તંગી અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાની ખાનગી કોવીડ હોસ્પિટલોમાં ઓક્સીજન પૂરતો ન પહોંચતો ન હોવાથી તબીબો થાકી ગયા છે જિલ્લામાં અપૂરતી વ્યવસ્થાના લીધે રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજન, બાદ ફેબીફ્લુ ટેબલેટ ખૂટી પડતા કોરોનાના દર્દીઓ રામભરોસે મૂકાઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા તાકીદે યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો કોરોનાના લીધે મોતનું તાંડવ સર્જાવાની દહેશત નાગરિકો સેવી રહ્યા છે.કોરોનાની બીજી લહેરમાં દર્દીમાં ઓક્સીજનનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. જેથી હોમ હાઈસોલેશનમાં સારવાર કરતા દર્દીઓને અચાનક ઓક્સીજનની જરૃર પડે છે. જ્યારે બેડ તો મળતા નથી અને ઓક્સીજન મેળવવામાં પણ અનેક કલાકો પ્લાન્ટ આગળ ઉભા રહે છે. તેમ છતાં નંબર આવશે તે નક્કી હોતું નથી આથી દર્દીઓ વધુને વધુ ગંભીર હાલતમાં સપડાય છે.મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઓક્સીજનની મળે તે ભગવાન મળ્યા બરોબર પરિસ્થિતિ બની છે. કોરોનાની બીજી લહેર ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સરકારી દવાખાનાઓમાં દર્દીઓનો ભરાવો થતા ઠેર ઠેર ઓક્સિજનની કટોકટી સર્જાવા લાગી છે. જિલ્લામાં અપૂરતી વ્યવસ્થાના લીધે રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજન, ઓક્સિજન બાદ ફેબીફ્લુ ટેબલેટ ખૂટી પડતા કોરોનાના દર્દીઓ રામભરોસે મૂકાઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા તાકીદે યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો કોરોનાના લીધે મોતનું તાંડવ સર્જાવાની દહેશત નાગરિકો સેવી રહ્યા છે.અરવલ્લી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોનો રાફડો ફાટતા તંત્ર પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ પુરવાર થયું હોય તેમ કોવિડ હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનો ખૂટી પડવાથી કોવિડ દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે જીલ્લામાં વિકટ પરિસ્થિતિ ઊભી થતા લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. જીલ્લામાં રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજન બાદ ફેફસાની સારવાર માટે લેવાતી ફેબીફ્લુની ટેબલેટો પણ ખૂટી પડતા કોવિડ દર્દીઓ રામભરોસે મૂકાઈ ગયા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.