મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા બદલ અજિત પવારના જૂથના NCPની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગે બારણે જણાવ્યું છે કે, ‘એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી કુમારસ્વામીના પક્ષને ઓછી બેઠકો મળી હોવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ તેમના સાત સાંસદો હોવા છતાં એક ને જ રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે.’
શ્રીરંગ બારણે કહ્યું કે, ‘અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. જ્યારે અમે લોકસભામાં સાત બેઠકો અપાવી હોવા છતાં અમને શા માટે બાકાત રાખવામાં આવ્યાં?’