એક ભૂલના કારણે પટનાની જગ્યાએ પાટણ પહોંચ્યા NEETની પરીક્ષાના વિદ્યાર્થીઓ

શેર કરવા અહીં ક્લિક કરો.
પટનાની જગ્યાએ ઓપ્શનમાં ભરી દીધું પાટણ
ઓનલાઇન ફોર્મ ભરતા સમયે સાઇબર કાફે સંચાલકોએ ભૂલ કરી. તેમણે અનેક વિદ્યાર્થીઓના સેન્ટર ઓપ્શનમાં પટનાની જગ્યાએ પાટણ પર ક્લિક કરી દીધું. જેના કારણે હોલ ટિકિટ પર પાટણ પ્રિન્ટ થઇ ગયું.
બિહારના પટનાના વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપવા પાટણ પહોંચી ગયા છે. ઓનલાઇન ફોર્મ ભરતા સમયે પટના અને પાટણના સ્પેલિંગ મિસ્ટેક થતા વિદ્યાર્થીઓ પાટણ પહોંચી ગયા હતા. ગત વર્ષે પણ સ્પેલિંગની ભૂલના કારણે આવી સ્થિતિ સર્જાઇ હતી.
ત્યારે આ વખતે પણ બિહારના 10 જેટલા વિદ્યાર્થીઓ હાલ પટનાની જગ્યાએ પાટણ આવી ગયા છે. આવતીકાલે NEETની પરીક્ષા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે કાલની પરીક્ષાને લઇ ચિંતાતૂર બન્યા છે.
 નાની ભૂલના કારણે બિહારના 10 જેટલા વિદ્યાર્થીઓ પટનાની જગ્યાએ 1500 કિલોમીટર દૂર પાટણ પરીક્ષા આપવા પહોંચી ગયા છે. 10 જેટલા વિદ્યાર્થીઓએ પાટણ આવવા બન્યા મજબૂર…

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો બદલ્યા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો બદલવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો બદલવામાં આવ્યા છે. ગુજરાતમાં સુરત અને રાજકોટના કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.