એક ઝાટકે પેટ્રોલની કિંમત અડધી થઈ જશે, રાજ્યોને પણ આવકમાં બહુ નુકસાન નહીં થાય

શેર કરવા અહીં ક્લિક કરો.

નાણામંત્રી સીતારામણે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકના એજન્ડામાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની કોઈ દરખાસ્ત લવાય તો તેઓ તેની પર ચર્ચા કરવા તૈયાર છે.

  • નાણામંત્રી નિર્મલી સીતારામણે લોકસભામાં આપ્યું નિવેદન
  • પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા ચર્ચા કરવા તૈયાર
  • પેટ્રોલ-ડીઝલના ભાવ એકઝાટકે લીટરે 47 રુપિયા પર આવી શકે છે

સીતારામણે કહ્યું કે સભ્યોએ એક મુદ્દો ઉઠાવ્યો છે, પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવો. હવે હુ તમને કહું કે પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે ટેક્સ મહારાષ્ટ્ર વસૂલે છે. એક રાજ્ય વધારે તો બીજુ રાજ્ય ઓછો ટેક્સ વસૂલે છે તેવું કહેવાનો મારો અર્થ નથી. પરંતુ કહેવાનો અર્થ એ કે ફક્ત કેન્દ્ર જ નહીં પરંતુ રાજ્ય સરકાર પણ તગડો ટેક્સ વસૂલે છે.છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરાઈ રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલી સીતારામણે પણ એક સકારાત્મક સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલમાં આ મુદ્દો ચર્ચાય તો સરકાર પણ ચર્ચા કરવા તૈયાર છે.

આગામી થોડા સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક

આગામી થોડા સમયમાં જીએસટી કાઉન્સિલની બેઠક થઈ રહી છે. બેઠકમાં પેટ્રોલ-ડીઝલના મુદ્દે ચર્ચા થવાની ધારણા છે. જીએસટીનો સૌથી વધારેમાં વધારે રેટ 28 ટકા છે. હવે પેટ્રોલ અને ડીઝલને આ 28 ટકા રેટમાં લાવવામાં આવે તો ભાવ લગભગ અડધો થઈ જાય.

જો કાઉન્સિલમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર સહમતિ સધાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ એકઝાટકે 47 રુપિયા લીટર પર આવી શકે છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર અને રાજ્યો માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત હોવાને કારણે તેને જીએસટી હેઠળ લાવવામાં આવે તે અશક્ય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં 1 લાખ કરોડનો ઘટાડો આવશે જે જીડીપીના ફક્ત 0.4 ટકા

પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં 1 લાખ કરોડનો ઘટાડો આવશે જે જીડીપીના ફક્ત 0.4 ટકા છે.સૌથી વધારે નુકશાન મહારાષ્ટ્રનું થશે. એસબીઆઈ ઈકોરેપના જણાવ્યાનુંસાર મહારાષ્ટ્રને 10,424 કરોડ, રાજસ્થાનને 6388 કરોડ અને મધ્યપ્રદેશને 5489 કરોડનું નુકશાન થઈ શકે છે.

કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ વસૂલે છે : નાણાંમંત્રી

નિર્મલા સીતારામને કહ્યું – “જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સની વાત છે ત્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ લાદે છે…. કેન્દ્ર સરકાર જે ટેક્સ લે છે તેમાં રાજ્ય સરકારોનો હિસ્સો પણ હોય છે.” કેન્દ્રીય નાણાં પ્રધાને આગળ કહ્યું – ” જો રાજ્ય સરકારો ઈચ્છે તો આ મુદ્દા (પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવેશ કરવા પર) ની આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.”

પેટ્રોલ-ડીઝલની આસમાની કિમતોથી લોકો પરેશાન છે. દેશના કેટલાક ભાગોમાં, જ્યાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે, તો બીજી તરફ ડીઝલનો ભાવ 90ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોમાં સવાલ ઉભો થયો છે કે તેઓ ઇંધણના વધતાં જતાં ભાવથી તેઓ કેટલા સમયમાં રાહત મેળવી શકશે. અને આવું થશે કે કેમ એ પણ સવાલ છે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે લોકસભા ટીવી પર નાણાં વિધેયક પર ચર્ચાના જવાબમાં કેન્દ્ર વતી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.