ઊંઝા વિધાનસભા અને ગંજબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી શરુ થયેલા રાજકીય ડ્રામામાં તબક્કાવાર વળાંકો આવી રહ્યા છે. ભાજપે વર્ષો જુના કાર્યકર્તા નારણકાકાને સાઈડ કરી  જોકે ઊંઝા ગંજબજારની મંડળીઓના આગેવાનો અને ભાજપના વર્ષો જુના કાર્યકર્તાઓ  રાજકીય ગણતરીઓ માંડી રહ્યા છે.

પ્રદેશ ભાજપે ગત વિધાનસભા ચુંટણીમાં હારી ગયેલા નારણકાકાને સાઈડ કરી નવો ચહેરો ઉતારી દીધો છે. આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં પ્રવેશ કર્યા દરમિયાન રાજકીય સોદાબાજી નક્કી કરાઈ હતી. જેના અનુસંધાને વહીવટીતંત્ર મારફત સૌથી મોટા ઊંઝા ગંજબજારમાં તબક્કાવાર નારણકાકા ગૃપને ફટકાર પડી રહી છે.

જ્યારે આ તરફ ઊંઝા વિધાનસભાની આગામી પેટા ચુંટણીમાં આશાબેન પટેલ મેદાનમાં ઉતરે તે પહેલા રાજકીય ઉથલ-પાથલ શરુ થઈ ગઈ છે. ઊંઝા ગંજબજારમાં આશાબેનના સહયોગીઓને સત્તા અપાવવાના પ્રયાસમાં ભાજપને રાજકીય નુકશાન થઈ શકવાની સંભાવના બની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપે ગંજબજારમાં સત્તા પલટો કરવા શરુ કરેલા રાજકીય દાવમાં વર્ષો જૂના ભાજપી કાર્યકરો લાલઘૂમ બની ગયા છે.

આશાબેન પટેલ અને ભાજપને ઊંઝા ગંજબજાર સાથે વિધાનસભામાં સત્તા જમાવવા કોંગ્રેસ સાથે-સાથે નારાજ થયેલા ભાજપી કાર્યકરોનો સામનો કરવો પડે તેવી નૌબત ઉભી થઈ છે. નારણકાકાનુ ગૃપ ભાજપની મર્યાદા રાખી ખુલીને બળવો કરતું નથી. જોકે આંતરિક રીતે લાલચોળ ચાલી રહ્યા હોવાથી આગામી દિવસોએ ઊંઝાની બે ગાદીઓમાં સત્તા મેળવવા ભાજપને પરસેવો છૂટી જાય તેમ છે.ઊંઝા ગંજબજારમાં નારણકાકા ગૃપની મંડળીઓ વિવિધ કારણોસર રદ્દ કરી દેવાતા મામલો ગરમાયેલો છે. જેને લઈ અગાઉ હાઈકોર્ટમાં રજૂઆત થયા બાદ નારણકાકા ગૃપને કાયદાથી ફટકાર પડી છે. આથી ફરીએકવાર તમામ મંડળીઓ મુદ્દે સ્પેશ્યલ પિટીશન કરવા તૈયારી શરુ કરાઈ છે.

Contribute Your Support by Sharing this News: