ઊંઝા ગંજબજારના મતદારો લાલઘૂમ, ભાજપ મહામંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

શેર કરવા અહીં ક્લિક કરો.

ઊંઝા ગંજબજારની બીજી મતદારયાદીમાં સરેરાશ 33 ટકા મતદારો ડિલીટ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. જેના પગલે વિસનગર ખાતે મળેલી ભાજપની બેઠકમાં મહામંત્રી કે.સી પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો છે. ગંજબજારની સત્તામાં વેવાઈવાદ  થવા સામે ડિલીટ થયેલા મતદારો લાલઘૂમ બન્યા છે.

વિસનગર ખાતે ભાજપની બેઠક બોલાવવામાં આવી હતી. જ્યાં બેઠકની શરૂઆતમાં જ કાર્યકરોએ ઊભા થઈ ભાજપના મહામંત્રી કે.સી પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. મહામંત્રીનાં વેવાઈ માટે મોકળું મેદાન કરવાનો કારસો થતો હોવાનું ધ્યાને લઈ વેવાઈવાદ બંધ કરોના નારા લગાવ્યા હતાહકીકતે ઊંઝા ગંજબજારની ચુંટણીમાં 948 મતદારો ડિલીટ થઈ જતાં નારણકાકા ગ્રુપને મોટો ફટકો પડ્યો છે. ડિલિટ થયેલા મતદારો પણ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા હોવાથી અત્યંત નારાજ બન્યા છે. ગંજબજારની સત્તા કે સી પટેલના વેવાઈને આપવા મતદારોને ડિલીટ કરવામાં આવ્યાની ચર્ચા પંથકમાં તેજ બની છે. આવી સ્થિતિમાં મહેસાણા અને પાટણ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.