ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે હાલમાં મનુષ્યો ગરમીથી બચવા અવનવા નુસખા અપનાવવા લાગ્યા છે. ત્યારે અબોલ પક્ષીઓને કોનો સહારો ? તેવા સવાલો મનમાં ઉદભવતા હોય છે. પરંતુ આજના કળયુગમાં પણ પશુ પક્ષીઓ માટે જીવદયા રાખતા લોકો ક્યાંક ને ક્યાંક પશુ પંખીઓની પણ ચિંતા કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાનો પ્રારંભ થતા ઠેરઠેર લોકો ગરમીથી બચવા આધુનિક યુગના આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. અને સાથે સાથે પોતાના મકાનોમાં ગરમીથી રાહત મેળવી રહ્યા છે ત્યારે ઉપર આભ અને નીચે ધરતી સિવાય વૃક્ષોનો સહારો લઇ જીવતા પશુ પંખીઓ માટે બનાસકાંઠામાં વૃક્ષો પર પંખીઓ માટે માળા બાંધવામાં આવ્યા છે તે પંખીઓ માટે વરદાનરૂપ બન્યા છે.

Contribute Your Support by Sharing this News: