ગાંધીનગર શહેરમાં ગરમીનું જોર વધવા લાગ્યુ છે. છેલ્લા 5 દિવસ દરમિયાન લઘુત્તમ સાથે મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધતા બપોરે ગરમી સહન કરવાના દિવસો શરૂ થઇ ચૂક્યા છે. હવે ઉનાળાની મૌસમ તેનો અસલ રંગ દેખાડવા લાગી છે. આજ નોંધાયેલો તાપમાનનો પારો માર્ચ માસમાં પહેલી વખત સૌથી વધુ જોવા મળ્યો છે.

આગામી દિવસમાં ઉનાળો કાળઝાળ ગરમી શક્યતા સ્થાનિક હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેમાર્ચના અંતિમ દિવસો અને એપ્રિલના પ્રારંભિક દિવસો વધુ મુશ્કેલ હોઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મંગળવારે ગાંધીનગર શહેરનું તાપમાન વધ્યું છે. મમહત્તમ તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને લઘુત્તમ 16.8 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે વાતાવરણમાં ભેજ સવારે 35% હતો અને સાંજે તે 25% થઈ ગયો હતો.

Contribute Your Support by Sharing this News: