ઉનાળાની શરૂઆત થતા જ પાણી પાણીની બુમરાડ મચે છે. અને તેમાંય ખાસ કરીને ડુંગર અને જંગલ વિસ્તારના ગામોમાંના રહીશો તો કપરી સ્થિતીમાં મુકાય જાય છે. સરકાર આવા ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા તો કરી આપે છે. પણ અધિકારીઓની બેદરકારીના ભોગ બને છે ગામડાના લોકો.પાવી જેતપુર તાલુકાનું કુંડલ ગામ કે જે ગામની વસ્તી 2500ની આસપાસની છે. ગામ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારના લોકો વર્ષોથી ઉનાળાની શરૂઆત થાય કે પીવાના પાણી માટે વલખાં મારે છે. લોકોની રજૂઆતો બાદ આ વિસ્તારમાં અનેક યોજના દ્રારા પીવાનું પાણી મળે તે માટે વ્યવસ્થા કરી આપી પણ એક પણ યોજનાને લઈ ગામના લોકોને પાણી નથી મળી રહ્યું તેવા આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે. વર્ષો પહેલા સુખી યોજના દ્રારા પાઇપ લાઈનો નાખી, સરકારી કૂવા બનાવવામાં આવ્યા. ત્યારબાદ પાણી પુરવઠા યોજના દ્રારા ટાંકી બનાવી , અને હવે વસમો યોજના દ્રારા નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ તો બેસાડી આપવામાં આવ્યા પણ ટીપુંય પાણી ગામના લોકોને મળ્યું નથી. જે કોન્ટ્રાકટરને કામ સોંપવામાં આવ્યું હતું તે કામ અધૂરું છોડીને જતો રહ્યો હોવાનું ગામના લોકોનું કહેવું છે.હાલ આ ગામમાં જે હેન્ડ પંપ છે તે બગડી ગયા છે. તો કેટલાક બોરમાં માંડ માંડ થોડું પાણી આવે છે. તે 2500 જેટલી વસ્તી માટે પૂરતું નથી. જેમાં ગામના પશુઓની કફોડી હાલત બની છે. આખો દિવસમાં ખેતી કામ કરીને આવ્યા બાદ અહીથી બે કિમી દૂર આવેલ સુખી ડેમમાં પાણી પીવડાવવા માટે લઈ જવા પડે છે. ગામના લોકોએ વારંવાર રજૂઆતો તંત્રમાં કરે છે. કેટલાક ગામના લોકો આક્ષેપ કરે છે કે ચૂંટ્ણી આવે કે નેતાઓ કામ કરી આપવા માટેના લોભામલા વચનો આપે છે અને મત મેળવી આ ગામ તરફ જોતા પણ નથી.મહિલાઓને પૂરતા પ્રમાણમાં પાણી ના મળતા દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડે છે . વિસ્તાર ડુંગર અને જંગલ વિસ્તાર હોય જંગલી જાનવરોનો પણ ડર હોય છે. જેથી પુરુષોને પણ સાથે જવાનો વારો આવે છે. જેમાં વૃદ્ધો અને બાળકોને પણ જોડાવું પડે છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો અભ્યાસ પણ બગડે છે.અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટે સરકાર ચિતા તો કરે છે. પણ પીવાનું પાણી ગામડાના લોકોને પહોચાડવા માટેની વ્યવસ્થા કરવાની જે જવાબદારી અધિકારીઓને સોપવામાં આવી હોય તે અધિકારીઓને જાણે પડી ના હોય તેમ લાગી રહ્યું