ઉત્તર ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં વિવિધ વયજૂથમાં 4300 થી વધુ કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી

February 10, 2025

મહેસાણા, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ સોમવાર

લોકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ કલામહાકુંભનો પ્રારંભ થયો હતો. તે અંતર્ગત કચ્છ, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,ગાંધીનગર
શહેર, ગાંધીનગર ગ્રામ્ય, પાટણ અને મહેસાણા એમ દરેક જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં પ્રથમ આવેલ તેમજ સીધી પ્રદેશકક્ષાની સ્પર્ધાઓ માટે ઉત્તર ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભ- 2024-25નું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમહેસાણા દ્વારા ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય નાની કડીમાં કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે માહિતી આપતાં જણાવેલ કે ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાએ વિવિધવયજૂથમાં વિવિધ જિલ્લાના આશરે 4300 થી વધુ કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. આપણી કલા -સંસ્કૃતિની વિરાસતને કાયમ રાખવાના તેમના પ્રયાસને અને શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડીના કલાપ્રેમી પદાધિકારીઓ, સંકુલના આચાર્યો,કર્મચારીગણ તેમજ સેવકગણના સરાહનીય સહયોગ અને આતિથ્ય સત્કારભાવની પ્રસંશા કરી હતી.કલાકારોને એક અનોખું પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી આ વર્ષે પણ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ
ગાંધીનગર તેમજ કમિશનર યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનમાં મહેસાણા જિલ્લાના નાની કડી ખાતેઆવેલા ડી.રાજા વિદ્યાસંકુલમાં ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું

હતું.કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમને એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે તા.8 અને 9 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે,જેને લઈ કલાકારોએ સરકારની કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડતી કામગીરીની પ્રશંસા કરી હતી.
કલા મહાકુંભ દ્વારા અનેક કલાકારો કે કલાવૃંદોને પ્રોત્સાહન મળ્યું છે. સારું પ્રદર્શન કરનાર કલાકારોને રાજ્ય કક્ષાએ તેમનીકલા દર્શાવવાની તક મળશે. અલગ અલગ જિલ્લાના અનેક કલાવૃંદોએ તેમની કલા વડે ઉત્તર ઝોન કક્ષાએ નામ રોશન કર્યું છે.સાથેસાથે કલાવૃંદો દ્વારા તેમનામાં છુપાયેલી તેમની કલા પણ બહાર લાવવાનું પ્લેટફોર્મ કલા મહાકુંભથી મળી રહ્યું છે.જેમાં ગાયન,
વાદન, સાહિત્ય અને સર્જનાત્મક કારીગરીની 30 કલાઓની સ્પર્ધા યોજાઈ હતી.વિવિધ જિલ્લાઓમાંથી પધારેલ તજજ્ઞ નિર્ણાયકોઅને કલાકારોએ આયોજન અને વ્યવસ્થાને વખાણી રાજીપો વ્યક્ત કર્યો હતો એમ મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારીપારુલબેન પટેલે જણાવ્યું હતુ …….

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0