ઉત્તર ગુજરાત ક્રાઈમ ડાયરી

શેર કરવા અહીં ક્લિક કરો.
પાલનપુરમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચાલક ઝડપાયો
પાલનપુર શહેરમાં દારૂ પીધેલી હાલતમાં વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસવડાની સુચના આધારે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે તેમાં પાલનપુર આર.ટી.ઓ સર્કલ પાસે પોલીસના ચેકીંગ દરમ્યાન નાહરસિંહ ચૌહાણ (રહે.પાલનપુર) વાળાને પોલીસે દારૂ પીધેલી હાલતમાં પોતાનું પેશન પ્રો મોટર સાયકલ હંકારતા ઝડપી લઈ તેની સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા  દારૂ ઢીંચી વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અંબાજીમાં બિમારી બાદ આધેડનું મોત
ગાંધીનગર સચિવાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રેવાભાઈ સોલંકી બીમાર પડતા સારવાર અર્થે ગાંધીનગર તથા અમદાવાદ સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓને Ìદયની બિમારી હોઈ સારવાર કરાવી અંબાજી ખાતે આવેલી હોસ્પટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન બિમારી વધતા સારવાર દરમ્યાન અંબાજીની સિવિલ હોસ્પટલમાં મોત નિપજતા આ બાબતે અંબાજી પોલીસ મથકે અકસ્માતે મોતની ફરીયાદ દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર-ભાભરમાંંથી વધુ બે બાઈકની ચોરી
ભાભરમાં પણ વાહન ચોરીના બનાવો યથાવત જાવા મળી રહ્યા છે તેમાં ભાભર એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડની અંદરથી વધુ એક મોટર સાયકલની ચોરી થવા પામી છે. આ બનાવની વિગત એવી છે કે ભાભર તાલુકાના દેવકાપડી ગામના અશોકભાઈ ચૌધરીએ પોતાનું મોટર સાયકલ ભાભર એ.પી.એમ.સી માર્કેટયાર્ડમાં પાર્ક કરી કોઈ કામ અર્થ ગયા હતા. દરમ્યાન કોઈ ચોર ઈસમ તેમનુ મોટર સાયકલ ચોરી કરી પલાયન થઈ જતા આ બાબતે તેઓએ ભાભર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે પાલનપુરની જી.ડી.મોદી કોલેજ આગળથી પણ વધુ એક બાઈકની ચોરી થવા પામી છે.
ભાભરમાં પોલીસ કર્મીને જાનથી મારી નાંખવાની ધમકી
ભાભરમાં ટ્રાફીકની કામગીરી સંદર્ભે ફરજ પર ઉભેલા ટ્રાફીક પોલીસ કર્મીને પીકઅપ ડાલાના ચાલકે ધમકી આપતા પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે. બનાવની વિગત એવી છે કે ભાભર વાવ સર્કલ પર મહેશભાઈ તેજરામભાઈ પો.કો. દ્વારા ટ્રાફીક હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ભાવાભાઈ સોલંકી નામનો વાવ તાલુકાના માડકા ગામનો ઈસમ પીકઅપ ડાલુ રોડ પર વચ્ચે ઉભુ રાખેલ હોઈ ફરજના ભાગરૂપે તેને કહેવા જતા ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગળાના ભાગે ઈજાઓ કરી હોવાની ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાવા પામી છે.
દાંતા પાસે પુરઝડપે વાહન હંકારતા કાર્યવાહી
દાંતા પાસે પુરઝડપે વાહન ચલાવતા વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે તેમાં હકીમુદ્દીન શેખ નામના કોટડા છાવણીતા.કોટડા જી.ઉદયપુર રાજસ્થાન વાળાએ પોતાની બોલેરો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને જતો હોઈ તેની સામે દાંતા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઈસમ સામે દાંતા પોલીસ મથકના પો.કો.વસીમખાન દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવી આઈ.પી.સી.ની કલમ ર૭૯ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધાનેરા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત,એકનું મોત
ધાનેરા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે બાઈક સામ-સામે ટકરાતા એક ઈસમનું મોત થયુ હતુ. બનાવની વિગત એવી છે કે ધાખાથી ધાનેરા જતા મોમાજીના મંદિર પાસે રોડ પર કિરણભાઈ બારડ (રહે.ધાનેરા) વાળા પોતાનું મોટર સાયકલ લઈ પસાર થતા હતા ત્યારે સામેથી આવી રહેલ મોટર સાયકલ સાથે ટક્કર થતા સર્જાયેલા અકસ્માતમાં અન્ય મોટર સાયકલ પર સવારને ઈજાઓ થતા સારવાર દરમ્યાન મોત નિપજતા આ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.