ઉત્તર ગુજરાતમાં 20થી વધુના મોતઃ મહેસાણા જિલ્લામાં વધુ 460ને સંક્રમીત

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા તા.21

ઉત્તર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો. તમામ જિલ્લાઓમાં શનિ-રવિ લોકડાઉન જાહેર કરેલ તેમ છતાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ લેતો નથી બુધવારે મહેસાણા જિલ્લામાં કોરોનાના ૪૬૦ કેસ નોંધાયા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૨૦થી વધુના મોત થયા છે.મહેસાણા જિલ્લામાં ૨૧મી એપ્રિલ સુધીમાં ૭૬૩૧૦ના સેમ્પલ લેવાયા છે. આજે ૧૨૧૪ પૈકી ૮૭૭નું રીઝલ્ટ આવેલ છે. જેમાં ૫૭૫નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. સરકારી લેબમાં ૩૦૨ તથા ખાનગી લેબમાં ૧૫૮ પોઝેટીવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૪૬૦ કેસ જોવા મળ્યા છે. હજુ ૧૦૯૪નું રીઝલ્ટ પેન્ડીંગ છે. જ્યારે એકટીવ કેસ ૩૬૮૮ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં ૨૪૯ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૨૧૧ કેસ નોંધાય છે. જ્યારે ૪૬ દર્દીઓ સાજા થતાં રજા અપાઇ છે. મહેસાણા જિલ્લામાં પાંચ, પાટણ-૭, ડીસા-૫, પાલનપુર -૫, જેટલા કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્વા પામ્યા છે.

મહેસાણામાં આજથી સ્વયંભુ લોકડાઉનમહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા પાલિકા દ્વારા વેપારીઓ આગેવાનો સાથે બેઠક કરી ૨૨થી બીજી મે સુધી સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં છેલ્લા બે દિવસથી ૧૦ દિવસનું લોકડાઉન હોવાને કારણે બજારોમાં ખરીદી માટે ગ્રાહકોનું ઘોડાપુર ઉમટયું હતું. જેમાં તોરણવાળી ચોક, રાજમહેલ રોડ, ભમ્મરીયા નાળામાં ચક્કા જામના દ્રશ્યો સર્જાતા કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે. જેમાં સોશીયલ ડિસ્ટન્સઅને માસ્ક વગર પણ લોકો ખરીદી કરી રહ્યા હતા.મહેસાણામાં આજથી 11 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનકોરોના ની ચેઇન તોડવા 11 દિવસ બજાર બંધમાત્ર ઇમરજન્સી સેવાઓ,દૂધ અને શાકભાજી જ મળશે2 મેં સુધી તમામ બજાર બંધમહેસાણામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારોવિવિધ વેપારી એસોસિએશન દ્વારા અપાયું છે લોકડાઉન

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.