ઉઠ્યો પ્રશ્ન અમદાવાદ માં હાઇવે રોડ પર રખડતી ગાયો ક્યાં અને કઈ રીતે થઇ ગુમ?

શેર કરવા અહીં ક્લિક કરો.

   અમદાવાદ: સામાન્ય રીતે અમદાવાદના વાહન ચાલકો ફરિયાદ કરતા હતા કે રસ્તા ઉપર ફરતી ગાયોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય.પરંતુ શુક્રવારની સવારે અમદાવાદના રસ્તા ઉપર ફરતી ગાયો રસ્તા ઉપરથી ગાયબ થઈ ગઈ હતી એટલુ જ નહીં માત્ર રસ્તા ઉપર જ નહીં પણ જયા માલધારીઓ રહે છે તેમના આંગણામાં પણ ગાયો ન્હોતી.આમ અચાનક શહેરની ગાયો ગાયબ થઈ જતા અનેક લોકોને આશ્ચર્ય થયુ હતું પણ આવુ કેમ થયુ તેવો પ્રશ્ન પણ બધા કરી રહ્યા છે. ગાયવિહીન અમદાવાદ શહેર કેમ થઈ ગયુ તેની તપાસ કરતા માલુમ પડયુ કે રસ્તે રખડતી ગાયો અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીટીશન બાદ હાકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રસ્તે રખડતી ગાયો અંગે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ મામલે કોર્પોરેશને અનેક વખત માલધારીઓ સાથે બેઠક કરી પોતાના જાનવર રસ્તે રખડતા નહીં રાખવા પણ કહ્યુ હતું. તેમજ રસ્તે રખડતા ઢોર પકડી લેવામાં આવતા હતા. પરંતુ નિયમ પ્રમાણે માલધારીઓ દંડ ભરી ઢોરછોડાવી લેતા હતા અને ફરી તે જ ઢોર રસ્તે ફરતા થઈ જતા હતા. આ મામલે કોર્પોરેશન આકરા પગલાં ભરવાના મુડમાં હતું પણ લોકસભાની ચૂંટણી સામે હોવાને કારણે આકરા પગલા લેવાનું પડતુ મુકયુ હતું. પણ હવે ચુંટણી પુરી થતાં કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર રસ્તે રખડતી ગાયો જ નહીં પણ શહેરી વિસ્તારમાં બાંધેલી ગાયો પણ પકડી જવાનો નિર્ણય કર્યો હતો. કોર્પોરેશનના આ નિર્ણયની જાણકારી માલધારીઓને થતાં શુ્ક્રવારની વહેલી સવારથી માલધારીઓ પોતાની ગાયો ટ્રકોમાં ચઢાવી અમદાવાદ બહાર લઈ જવા લાગ્યા હતા. આમ શુક્રવારના રોજ સવારે અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં ગાયો અમદાવાદ બહાર લઈ જવામાં આવી હતી. હવે જોવાનું એવુ રહ્યુ કે ગાયો વગર અમદાવાદ કેટલા દિવસ રહે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.