આ મહત્વના 5 રાજ્યોમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધાં

શેર કરવા અહીં ક્લિક કરો.

GARVITAKAT UPDATED: 12:09 PM, 23 MAY 19 આ મહત્વના 5 રાજ્યોમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધાં
લોકસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. દેશની 542 સીટો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે. દરેક લોકોની નજર આ પરિણામો પર છે. આ ચૂંટણી દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે પણ મહત્વપૂર્ણ છે. ત્યારે ભારતના મહત્વના ગણાતા રાજ્યોમાં કોંગ્રેસના સૂપડાં સાફ થતા નજરે જોવા મળી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત બંને એવા રાજ્ય છે જે રાજકીય હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે જ્યાં ફરીથી આ વખતે પહેલી વખત ભાજપ અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભાજપ આગળ છે, ત્યારે મહારાષ્ટ્રની 48 સીટો માંથી 44 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે. અહીંયા ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફરીથી લીડ કરતી નજરે આવી રહી છે.

જ્યારે રાજસ્થાનની કુલ 25 સીટો પર કાઉન્ટિગ ચાલી રહ્યું છે. જેમાં હાલ 25 સીટો પર ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસને એક પણ સીટ મળતી દેખાઇ રહી નથી. રાજસ્થાનમાં મોદીની લહેર કામ કરી ગઇ અને મુખ્યમંત્રી અશોક ગહેલોતના દીકરા વૈભવ પણ પાછળ ચાલી રહ્યા છે.

તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ કુલ 29 સીટોમાંથી 28 સીટો ભાજપની જણાવાઇ રહી છે, જ્યારે 1 સીટ કોંગ્રેસની સીટ દેખાઇ રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલ નાથ છેલ્લા 40 વર્ષથી છિંદવાડા સીટથી લડી રહ્યા છે. આ વખતે આ સીટની ટિકિટ કોંગ્રેસે તેમના દીકરા નકુલ નાથને આપી, જેઓ પણ મોદી લહેરમાં હારતા જણાઇ રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપ 55 સીટ પર આગળ છે. જ્યાં ગઠબંધનની ખાસ અસર નથી જોવા મળી રહી. ગઠબંધન 23 સીટ અને કોંગ્રેસ 2 પર આગળ ચાલી રહી છે. યુપીમાં સૌથી વધુ 80 લોકસભા સીટ છે.

જ્યારે પશશ્વિમ બંગાળમાં કુલ 42 સીટોમાંથી 16 સીટો પર હાલ ભાજપ આગળ ચતાલી રહી છે જ્યારે 25 સીટ પર TMC આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ 1 સીટ પર આગળ ચાલી રહી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.