આશા પટેલનાં રાજીનામાં બાદ ઉંઝામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકાઇ છે. 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસનાં 7, અપક્ષનાં 4 અને ભાજપનાં 1 સભ્યએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે દરખાસ્ત મૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે.

આશા પટેલનાં રાજીનામાં બાદ ઉંઝામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકાઇ છે. 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. કોંગ્રેસનાં 7, અપક્ષનાં 4 અને ભાજપનાં 1 સભ્યએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે દરખાસ્ત મૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે.

મહેસાણા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપનાં 8 સભ્યોના ટેકાથી કૉંગ્રેસના સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કરી પ્રમુખ વિનુભા ઝાલા અને ઉપપ્રમુખ પ્રતાપજી ચાવડા વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે.

મહેસાણા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસમાં બે ભાગલા પડ્યા છે. એવું મનાય છે કે આશાબહેન પટેલના ભાજપમાં જવાથી મહેસાણા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનાં કેટલાક સભ્યો બળવાખોર બન્યાં છે. આગામી સમયમાં મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થાય તેવી પણ શક્યતા છે.

Contribute Your Support by Sharing this News: