આજે નવા 390 કેસ, ગ્રામ્યમાં સૌથી વધુ 218 કેસ, 11 દર્દી સાજા થતાં ડીસ્ચાર્જ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવીતાકાત.મહેસાણા:

મહેસાણા જીલ્લામાં આજે ફરી એકવાર કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 390 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં સૌથી વધુ 218 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા હોવાથી સંબંધિત મહોલ્લાંઓ અને શેરીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ સાથે જીલ્લાના શહેરી વિસ્તારોમાં પણ નવા 172 કેસ નોંધાયા સ્થિતિ ચિંતાજનક બની છે. જોકે મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના નવા 11 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ આજે પોઝિટીવ કેસોની સંખ્યા 400ની નજીક પહોંચી ગઇ છે. આજે મહેસાણા જીલ્લામાં કોરોના વાયરસના નવા 390 કેસો આવતાં આરોગ્ય તંત્ર દ્રારા સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરાઇ છે. આજે બેચરાજી તાલુકામાં 14, જોટાણા તાલુકામાં 8, કડી શહેરમાં 13 અને તાલુકામાં 38 મળી 51, ખેરાલુ શહેરમાં 2 અને તાલુકામાં 7 મળી 9, મહેસાણા શહેરમાં 90 અને તાલુકામાં 59 મળી કુલ 159 કેસ નોંધાયા છે.સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોના સંક્રમણ હવે ગામડામાં ઘુસ્યુ હોઇ અમુક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વિકારવાનું નક્કી કર્યુ છે તો અમુક ગામોએ બપોર પછી બંધ રાખવાનું નક્કી કર્યુ છે. આજે સતલાસણા તાલુકામાં 38, ઊંઝા શહેરમાં 8 અને તાલુકામાં 21 મળી 29, વડનગર શહેરમાં 2 અને તાલુકામાં 7 મળી 9, વિજાપુર શહેરમાં 3 અને તાલુકામાં 27 મળી 30 અને વિસનગર શહેરમાં 14 અને તાલુકામાં 39 મળી 53 કેસ મળી જીલ્લામાં નવા 390 કેસ નોંધાયા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.