આજથી દ્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લ્લાનો જોટાણા અને સાંથલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી વિભાવરીબહેન દવેએ બાળકોનું નામાંકન કરાવ્યું

શિક્ષણની જાગૃતિ સાથે રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બનશે-

             મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબહેન દવે

મહેસાણા

મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબહેન દવે જણાવ્યું હતું કે કે ભુતકાળમાં શિક્ષણ પ્રત્યે દુર્લક્ષ સેવાતું હતું. છેલ્લા વર્ષોમાં દરેક સમાજને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા આ મહાઅભિયાનની શરૂઆત કરી છે. ભારતના વડાપ્રધાને શિક્ષણમાં સુધારા સાથે ગુણાત્મક પરિણામ લાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે આ  જ્ઞાન યુગમાં શિક્ષણ વિના ઉદ્ધાર નથી.

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે   રાજ્યમાં લાખો વિધાર્થીઓ શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે.જેનો મોટા ભાગનો ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે.સરકાર દ્વારા મધ્યાહન ભોજન,વિધાલક્ષ્મી,વિધાદીપ,મફત પાઠ્ય પુસ્તકો,શિષ્યવૃતિ,શિક્ષણ સહાય જેવી અનેક સમાજલક્ષી યોજનાઓ થકી શિક્ષણનો વિકાસ થયો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શિક્ષણના મહાયજ્ઞમાં તમામ લોકો જોડાય તે જરૂરી છે.શિક્ષણ થકી રાજ્યમાં જાગૃતિ આવી છે..રાજ્ય સરકાર શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ યોજનાઓ થકી નિરાધારોનો આધાર બની રહી છે. વર્તમાન ગુજરાત સરકારે આ કાર્યક્રમને વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી રાજ્યનું એક પણ બાળક શાળાએ ગયા વિનાનું ન રહે અને શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા શાળાપ્રવેશોત્સવથી સુનિશ્ચિત કરી છે રાજ્ય સરકાર પ્રતિવર્ષ શિક્ષણના પાછળ રૂા. ર૭ હજાર કરોડ જેટલો માતબર ખર્ચ કરે છે. બાળકોને મફત શિક્ષણ-ગણવેશ-પુસ્તકો અપાય છે તેની પાછળ બાળકો શિક્ષણ મેળવે તેવો ધ્યેય છે.

પ્રભારી મંત્રીશ્રીએ બાળકોના શિક્ષણ પ્રત્યે વાલીઓએ પણ રસ દાખવવાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે પોતાનું બાળક શાળાએ જાય છે કે નહી, ભણે છે કે નહી, તેમાં રસ-રૂચિ વાલી દાખવે તો બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે અને તો જ એક સુશિક્ષિત સમાજનું નિર્માણ થશે.

મંત્રીશ્રીએ એસ.એમ.સી.ના સભ્યો સાથે ચર્ચા કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ અનુકુળ વાતાવરણ માટે શિક્ષકો-વાલીઓ વચ્ચે સમન્વય સહયોગ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતું.

પ્રભારી મંત્રીશ્રી વિભાવરીબહેન દવે દ્વારા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો..જેમાં આંગણવાડી,ધોરણ ૦૧,ધોરણ ૦૬ અને ધોરણ ૦૯ માં પ્રવેશપાત્ર બાળકોને પ્રવશ અપાવ્યો હતો.આ ઉપરાંત પુ્ર્વ ગૃહરાજ્ય મંત્રીશ્રી દ્વારા આંગણવાડીઓને કીટ અર્પણ કરાઇ હતી.

મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબહેન દવેએ દાતાશ્રીઓ તેમજ શાળાના તેજસ્વી બાળકોનું સન્માન કર્યું હતું. શાળા પ્રવેશોત્વના કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા યોગ નિદર્શન,સ્વાગત ગીત અને વિવિધ વિષય પર અમૃત વચન રજુ કરાયું હતું.આ ઉપરાંત વિધાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના તળે સાયકલ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં પુર્વગૃહમંત્રી રજનીભાઇ પટેલ,રમેશભાઇ સોલંકી,સાંથલ અને જોટાણા ગામના સરપંચશ્રી,ગ્રામજનો,અધિકારીશ્રીઓ,પદાધિકારશ્રીઓ,ભુલકાંઓ,ગામના આગેવાનો,યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.-

શેર કરવા અહીં ક્લિક કરો.