નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા ૧૦૦ દિવસથી ચાલી રહેલા નાગરિકતા સંશોધન કાનૂન(ઝ્રછછ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(દ્ગઝ્રઇ)ની વિરુદ્ધના ધરણાને હટાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. દેખાવકારોને હટાવવા માટે મંગળવાર સવારથી દિલ્હી પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની ફોજ દેખાવના સ્થળે પહોંચી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ દેખાવના સ્થળને ખાલી કરે.
શાહીનબાગમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની વચ્ચે દેખાવકારોના ટેન્ટ હટાવવામાં આવી રહ્યાં છે. ઘટના સ્થળે દિલ્હીના પોલીસ જવાનોની સાથે પેરામિલેટ્રીના જવાનો પણ હાજર છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને એકા-એક દેખાવકારોને જગ્યા ખાલી કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે સોમવારે રાતથી જ આ અંગેની હલચલ શરૂ થઈ ગઈ હતી. કોરોનાના કારણે થઈ રહી છે કાર્યવાહી દિલ્હી પોલીસનું કહેવું છે કે કોરોના વાઈરસના કારણે ઘણાં શહેરો લોકડાઉન કરવામાં આવ્યા છે. અમે શાહીન બાગના લોકોને અપીલ કરી છે કે તેઓ પ્રદર્શનથી હી જાય. કોરોના વાઈકસનું જોખમ ત્યાં પણ છે. અમે લોકોને શાંતિપૂર્ણ રીતે ત્યાંથી હટવાનું કહી રહ્યા છીએ. કોઈએ અત્યારે કોઈ જોખમ ન લેવું જોઈએ. કારણ કે આ ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી છે. લોકો ન માન્યા પછી પોલીસે કાર્યવાહી કરવી પડી.
Contribute Your Support by Sharing this News: