બનાસકાંઠાના સુઇગામના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના આકોલી ગામે ગત ૧૫ માર્ચના રોજ પોલીસ કર્મચારી ઉપર હુમલાનો બનાવ બનયો હતો.
જેને લઇ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકે તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદનાએ ગુનાના આરોપીઓ અને અસામાજીક ઈસમોને તાત્કાલીક ઝડપી પાડવા સુચના આપી હતી. સર્કલ પો.ઇન્‍સ. સાહેબ થરાદના માર્ગદર્શન મુજબ માવસરી પોલીસ સ્ટેશનના PSI એલ.જી.નકુમ, હે.કો. ખેમજીભાઈ, હે.કો.વાભાઈ, પો.કો માનસુંગભાઈ, પો.કો. ભાવેશભાઈ, પો.કો.હીરાભાઈ તથા ડ્રા. પો.કોન્સ.કેસરભાઈ સહિતના પોલીસ સ્ટાફ સરકારી વાહન તથા પ્રાઇવેટ વાહનમાં અલગ અલગ ટિમો બનાવી તપાસમાં હતા. આકોલી પોલીસ પર હુમલો કરી ગુનો કરનારા ઇસમો ગુનો કર્યા બાદ રાજસ્થાન ભાગી ગયાની બાતમી પોલીસને મળતા પોલસે વોચ ગોઠવી બાખાસર રોડ તરફથી આવતા વશરામ ભાણાભાઈ રબારી, પીરા ભાણાભાઈ રબારી અને વેલા ઞણેશભાઈ રબારી તમામ રહે આકોલી તા.વાવને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: