આંઠ કરોડના “કેબીડી” ખર્ચે દે ધનાધન ‘ચિંતન’ થઇ ગયું…!?

શેર કરવા અહીં ક્લિક કરો.

પ્રજાવત્સલ સયાજી રાવ ની વડોદરા નગરીમાં સરકારી ચિંતન શિબિર પૂર્ણ થઇ. ૩ દિવસ ની શિબિરનો ખર્ચ એક અંદાજ પ્રમાણે ૫ થી ૮ કરોડમાં પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક આંકડાના શોખીન વર્તુળો અંદાજ મુકે છે કે આ ચિંતન શિબિરમાં ૨૨૦૦ રૂપિયાની એક થાળી ૩૦૦ કરતા વધુ લોકો માટે ૨૭ લાખ તો જમવાનો જ ખર્ચ થયો છે. કુલ મળીને ૮ કરોડ પર ખર્ચ પહોંચે છે. એક તરફ લોકો ગરમીમાં રેબઝેબ અને પાણી માટે વલખા મારે છે ત્યારે ચિંતન શિબિરમાં બિસ્લેરી પાણીઓની બોટલો ખાલી થઇ. આ ચિંતન શિબિરમાં ખરેખર પ્રજા માટે ચિંતન થયું કે ભાજપ માટે એતો ધીમે ધીમે બહાર આવશે પણ આ એક શોબાજી અને હું પણ મોદીની જેમ કરી બતાવું તેના માટે યોજાઈ હોવાનું તારણ નીકળે છે.
ગુજરાતમાં આજે જે સંકટ છે તેમાં તેઓ આવી કોઈ શિબિર યોજત જ નહિ. પણ મોદી કરે તો હું કેમ રહી જાવું એવી માનસિકતા માં ૮ કરોડનું ધોવાણ થઇ ગયું. યજમાન જીએસએફસી એ તમામ નો રહેવાનો ખર્ચ ઉપાડ્યો.૧૦ લાખના ખર્ચે અધિકારીઓને કહે છે કે લેપટોપ અને થર્મોસ અપાયા. રહેવાનો ખર્ચ જ કંઇક ૩૦ લાખનો થયો છે. જમવાનો ખર્ચ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને સોંપાયો. ચિંતન શિબિરમાં કોઈ કોંગ્રેસીઓ ઘુસી ના જાઉં તે માટે ૩ જીલાની પોલીસ ઉતારવામાં આવી. એમને સરકારી ટીફીન અપાયું અને વિવિઆઇપીઓને ૨૨૦૦ રૂપિયાનું ભોજન પીરસાઈ.
યોગા અને ખાસ ઉભા કરાયેલા ડોમનો ખર્ચ ૩૫ લાખથી વધુનો થયો ૩ દિવસ કોના બાપની દિવાળી એટલે કે કેબીડી ના ખર્ચે દે ધનાધન ની જેમ ચિંતન થઇ ગયું અને તેમાં ૭ કરોડની વસ્તી માટે ક્યાં ૭ કે ૧૪ કે પછી ૭૦ નિર્ણયો લેવાયા તે જાહેર થશે? ખાધું પીધું ને રાજ કર્યું. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં નોંધાઈ ગયું કે સીએમ રૂપાની એ પણ મોદી ની જેમ ચિંતન શિબિર યોજી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.