રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન થયા અરૂણ જેટલી, દીકરા રોહને આપી મુખાગ્નિ

પૂર્વ નાણામંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી રાજનીતિ, વકીલાત, રમત અને સમામજિક જીવનની તમામ યાદોને છોડી પંચતત્વમાં વિલીન થયા છે. નિગમબોધ ઘાટ પર બપોરે 3 વાગે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા.

 

Delhi: Vice-President M Venkaiah Naidu, Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah, at Nigambodh Ghat.

View image on TwitterView image on TwitterView image on Twitterઅરૂણ જેટલીના દીકરા રોહને તેમને મુખાગ્નિ આપી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી, રક્ષામંત્રી રાજનાથ સિંહ સિવાય કોંગ્રેસ સહિત અન્ય દળોના નેતાઓ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે મુખાગ્નિના ઠીક પહેલા મોસમમાં જબરદસ્ત પલટો જોવા મળ્યો અને ભારે વરસાદ શરૂ થયો. જેટલીના નશ્વરદેહને અંતિમ સંસ્કાર માટે બીજેપી ઓફિસથી નિગમ બોધ ઘાટ પર ફૂલોથી શણગારી ગન કેરેજમાં લઈ જવામાં આવ્યો હતો.

Delhi: Mortal remains of Former Union Minister and BJP leader to be cremated with full state honours at Nigambodh Ghat.

Delhi: Mortal remains of former Union Minister and BJP leader being taken to Nigambodh Ghat where the cremation will take place.

View image on TwitterView image on TwitterView image on Twitter

નિગમ બોધ ઘાટ તરફ જતા માર્ગ પર જેટલીને યાદ કરતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. 66 વર્ષના જેટલીનું શનિવારે દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિધન બાદ તેમના નશ્વર દેહને એમ્સથી દક્ષિણી દિલ્હીના કૈલાશ કોલોની ખાતે આવેલ તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ સવારે નશ્વર દેહને બીજેપી કાર્યાલય લઈ જવામાં આવ્યો. અહીં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.

Contribute Your Support by Sharing this News: