અરવલ્લી જિલ્લા ના મોડાસા ના વણીયાદ કોકાપુર પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

શેર કરવા અહીં ક્લિક કરો.

અરવલ્લી જિલ્લા ના મોડાસા ના વણીયાદ કોકાપુર પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રક  કોકાપુર થી મોડાસા તરફ આવી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈક ચાલક દર્શનભાઈ પટેલ ને ટકકરે લેતા તેમનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.મૃતક દર્શનભાઈ પટેલ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢ ની જેમ પુરપાટ અને બેદરકારી પૂર્વક આવી રહેલ ટ્રકે તેમને અડફેટે લીધા હતા.બાઈકચાલક દર્શનભાઈ પટેલ ને હાથપગ અને કમર ના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.બનાવ ની જાણ થતાં મોડાસા રૂરલ પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે પોહચી લાશ નું પંચનામું કરી લાશ ને પીએમ અર્થે મોડાસા ના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી હતી.અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકી ને ફરાર થઇ ગયો જતો.પોલીસે મૃતક ના ભાઈની ફરિયાદ ને આધારે પોકીસે ફરાર ટ્રક ચાલક ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.