અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ના મુખ્યમાર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓએરીતસરનો કબ્જો જમાવી દીધો હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે. શહેરના માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોનેઅડફેટે લેવાની અનેક ઘટનાઓ સતત બની રહી છે. મોડાસા શહેરના જુના બજાર વિસ્તારમાં ટહેલવા નીકળેલી માતા-પુત્રીનો ભુરાંટી બનેલી ગાય સાથે ભેટો થતા ગાયે ૧૦ વર્ષીય પુત્રી પર હુમલો કરતા પુત્રીને બચાવવા જનાર માતાને ગાયે ભેટુ મારી જમીન પર પટકાતા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોડ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. મોડાસામાં મોડીરાત્રે રખડતા ઢોરનો એક મહિલા ભોગ બનતા ચકચાર મચી હતી જેને ગંભીર ઇજાઓ શરીરે થવા પામી છે.ગુરુવારે રાત્રીના નવ વાગ્યાના સુમારે નિલમબેન પંચાલ પોતાની 10 વર્ષની બાળકી સાથે પોતાના ઘરે જઇ રહ્યા હતા,તે દરમ્યાન મોડાસા મહિલા પોલીસ સ્ટેશનની સામે એક ગાય તેમની બાળકી પર તુટી પડી હતી. પોતાની વહાલસોઇ દિકરી પર ગાયના હુમાલાથી હેબતાઇ ગયેલી માતાએ તેને બચાવવા વચ્ચે પડતા ગાયે નિલમબેન પર હુમલો કરી જમીન પર પટકી દીધા હતા. ત્યારબાદ પગ વડે ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલા અને બાળકીની ચીસાચીસ સાંભળી આજુબાજુ માંથીદોડી આવેલા લોકોએ માતા પુત્રી ને મોત ના મુખ માંથી બચાવી લીધી હતા અને તાબડતોડ સારવાર અર્થે  ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મહિલાને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાની સાથે માથાના ભાગે ઇજા ઓ થઈ હતી.અત્રે  ઉલ્લેખનીય છે કે, રખડતા પશુઓના ત્રાસના કારણે કેટલાય લોકો ભોગ લેવાય છે.
તસ્વીર અહેવાલ – તરૂણ પુરોહિત અરવલ્લી
Contribute Your Support by Sharing this News: