અરવલ્લી જિલ્લામાં થેલેસેમિયાથી પીડિતી અને ઓછુ હિમોગ્લોબીન ધરાવતી મહિલાઓને પ્રસુતિ સમયે તેમજ મેડિકલ ઈમરજન્સી સમયે રક્તની જરૂરીયાત રહેતી હોય છે ત્યારે સામાન્ય દિવસોમાં ઉપલબ્ધ થંતુ રક્ત અત્યારે કોરોના કપરા સમયે પણ રક્તદાન કરી માનવતા દર્શન કરાવી રહ્યા છે. આવા જ ભિલોડાના ૪૫ લોકો રક્તદાતા બની સાચા અર્થમાં જીવનદાતા સાબિત થયા છે.
કોવિડ-૧૯ મહામારીના સંર્ક્મણને ફેલાતુ અટકાવવા માટે દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉનમાં જિલ્લામાં રક્ત ની કમી ના થાય તેમજ દર્દીઓને જરૂરીયાતના સમયે રક્ત મળી રહે તે માટે હિંમ્તનગર મેડિકલ કોલેજ દ્વારા રક્તશિબિર યોજાતી હોય છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે સામાજીક સેવા સંસ્થાનના ઉપક્રમે શિબિર યોજાઇ હતી. જેમાં તાલુકાના આસપાસ ૪૫ યુવાનો રક્તદાન કર્યુ હતું. લોકડાઉનના સમયમાં મેડીકલ કોલેજ દ્વારા યોજાતા કેમ્પમાં બલ્ડ કલેકશન માટેની મોબાઈલ વાનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના ડા. પરેશ સિલાદ્રિયા અને ડો. સંજયભાઇ ચૌહાણે સ્વસ્થ યુવાનોને રક્તદાન કરી જીવન બચાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.

Contribute Your Support by Sharing this News: