નવી દિલ્હી, તા. 09 નવેમ્બર 2019, શનિવાર

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પીએમ મોદીએ પણ પ્રત્યાઘાત આપતા કહ્યુ છે કે, આ ચુકાદાને કોઈની હાર અને કોઈની જીતના સ્વરુપે ના જોવામાં આવે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, રામ ભક્તિ હોય કે રહિમ ભક્તિ પણ આ સમયે દેશવાસીઓએ ભારત ભક્તિની ભાવનાને મજબૂત રાખવી પડશે.મારી દેશના લોકોને અપીલ છે કે, શાંતિ , સદભાવ અને એકતા બનાવી રાખવામાં આવે.તેમણે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો મહત્વપૂર્ણ છે.તેનાથી સાબિત થાય છે કે, કોઈ વિવાદનો ઉકેલ લાવવા માટે કાનૂની પ્રક્રિયાનુ પાલન કરવુ મહત્વનુ છે.સુપ્રીમ કોર્ટે દરેક પક્ષને પોતાની દલીલો રજૂ કરવા માટે પૂરતો સમય આપ્યો હતો.ન્યાયના મંદિરે દાયકા જુના મામલાનુ સૌહાદપૂર્ણ રીતે સમાધાન કર્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, આ ચુકાદાના કારણે ન્યાયપાલિકા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારે મજબૂત થશે.લોકોએ હવે હજારો વર્ષ જુના ભાઈચારાને અનુરુપ શાંતિ અને સંયમનો પરિચય આપવાનો છે.