અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર કારનું ટાયર ફાટતા 4નાં ઘટનાસ્થળે મોત, કારનો નીકળી ગયો કચ્ચરઘાણ

ગમ્યું તો આગળ શેર કરો.

           કારમાં સવાર પાંચેય યુવકો મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. કાર એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી.નડિયાદ: અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવેના ફતેહપુરા નજીક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઉપરાંત કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પાંચેય યુવકો મુંબઈથી રાજસ્થાન એક પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. કાર એટલી ઓવરસ્પીડ હતી કે તેનું ટાયર ફાટતા કાર રેલિંગ સાથે અથડાઈને એક્સપ્રેસ હાઈવે પરથી 20 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર પાંચમાંથી ચારના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.આ ઉપરાંત એકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફળો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા યુવકો મુંબઈમાં બિઝનેસ કરતા હતા. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો