અમદાવાદ-પાટણ લાઈનને બ્રોડગેજમાં ફેરવવા દોઢ વર્ષથી બહુચરાજીની ટ્રેનો બંધ કરી દેવાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
  બહુચરાજીની જાડતી અમદાવાદ-ચાણસ્મા-પાટણ મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં ફેરવવા માટે ૧પ-૦૯-ર૦૧૭ થી મીટરગેજ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. પરંતુ આજદિન આ લાઈનનું કામ શરૂ થઈ શક્યું નથી. જેની સીધી અસરો વેપારી, યાત્રિકો અને સામાન્ય પ્રજા પર પડવા પામી છે. સૌથી વધુ અસર બહુચરાજીના વેપાર ધંધા પર પડવા પામી છે. બહુચરાજીથી અમદાવાદ ખરીદી અર્થે જતાં વેપારીઓ માત્ર રપ રૂ.ના ભાડામાં ૩ કલાકમાં અમદાવાદ પહોંચતા હતાં. આજે બસમાં ૧રપ રૂ. ખર્ચવા છતાં ટ્રેન કરતાં એક કલાક મોડા પહાંચી રહ્યાં છે. સમય અને ખર્ચ વધુ કરવા છતાં જે સુવિધા ટ્રેનમાં મળતી હતી તે સુવિધા બસમાં મળતી નથી. અમદાવાદ અને પાટણ તરફથી માતાજીના દર્શનાર્થે આવતાં ભાવિકો અને ખરીદી અર્થે બહેચરાજી આવતી ગામડાંની પ્રજા છેલ્લા દોઢ વર્ષથી હાલાકીનો ભોગ બની રહી છે.બહુચરાજીમાં મારુતી અને હોન્ડા જેવી મોટી કંપનીઓ કાર્યરત થતાં પર પ્રાન્તના કામદારો વતનમાં જવા માટે બહુચરાજી રેલ્વે સ્ટેશનમાં ઓન લાઈન રીઝર્વેશન કરાવી રહ્યાં છે. પણ ટેÙનની મુસાફરી માટે બસમાં મહેસાણા અને અમદાવાદ જવું પડે છે. મુસાફરોથી ધમધમતું રેલ્વે સ્ટેશન સુમસામ ભાસી રહ્યું છે. રેલ્વે ટ્રેક પર બાવળો ઉગી નીકળ્યાં છે.રેલ્વે સ્ટેશન ગંદકીથી ખદબદી રહ્યું છે. બહુચરાજી વેપારી મહામંડળના મંત્રી ચંપકલાલ શાહ દ્વારા કેન્દ્ર સરકારના રેલ્વે મંત્રલયમાં રજુઆત કરવા છતાં આજદિન કામ શરૂ થઈ શકયું નથી.બોડગેજ ટ્રેકનું કામ ચાલુ કરવાનું જ નહોતુ તો પછી દર વર્ષ પહેલાં મીટરગેજ ટ્રેન બંધ કરવાનું કારણ શું? આ કોયડો કોઈને સમજતો નથી. ટ્રેનો બંધ થતાં બહુચરાજી સહિત પંથકની પ્રજા બહુ મોટુ નુકશાન ભોગવી રહી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.