આરોપીઓ બંગાળના હોવાનું સામે આવ્યું હતું જેથી ટીમ બંગાળ પહોંચી ગઈ હતી અને જયાં 2 આરોપીઓ વેશ બદલી ત્યાં રોકાઈ ગયા હતા અને જેમને પકડી તેમની પાસે થી 4.64 કરોડના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે કાંતિ અમૃતિયા આંગડિયા પેઢીના કર્મચારીઓ મુંબઈથી આંગડિયા લઈને અમદાવાદ આવી રહ્યાં હતાં અને જે લોકો સૌરાષ્ટ્ર મેલમાં આવી રહ્યા હતા. ભરૂચ સ્ટેશન બાદ તે લોકો સુઈ ગયા હતા અને ત્યાર બાદ જયારે જાગ્યા ત્યારે ખબર પડી કે તેમની બેગ ચોરી થઈ ગઈ છે જેથી તેમને રેલવે પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી હતી.