garvi takat.અંબાજી,30 એપ્રિલ  અંબાજી દાંતા પંથકમાં દિનપ્રિતિદન કોરોના ના વધતા સંક્ર્મણ ને લઈ અંબાજી ની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. જોકે આ કોવીડ સેન્ટર શરૂ થયે 18 દિવસ જેટલા થયા છે જેમાં 180 જેટલા કોરોના ના દર્દીઓ દાખલ કરાયા હતા. જેમાં થી 120 જેટલા દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. જયારે 15 જેટલા દર્દીઓ ના હમણાં સુધી મોત નિપજ્યા છે. જોકે આ હોસ્પિટલમાં કોરોનાને હરાવી કોરોના યોદ્ધા બની ઘરે જતી વખતે ઉપસ્થિત લોકો એ દર્દીઓ વોર્ડ માં થી બહાર આવ્યા બાદ તાળીઓના ગગડાટથી વધાવ્યા હતા. જોકે અંબાજીની આ હોસ્પિટલમાં 10 દિવસ થી કોરોના સારવાર લઈ સંપૂર્ણ સ્વસ્થ બની ઘરે જતી વખતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. હોસ્પિટલના સ્ટાફની કામગીરીની સરાહના પણ કરી હતી. જયારે હોસ્પિટલ માં ખાવા પીવાની તેમજ નાસ્તા સહીત હળદર વાળા દૂધ ની વ્યવસ્થા મળતી હોવાનું પણ દર્દી એ જણાવ્યું હતું અને ભારે ખુશી સાથે કોરોના હોસ્પિટલ થી વિદાઈ લીધી હતી

જોકે આ હોસ્પિટલ માં સાજા થવાનો રેશિઓ પણ એક તૃતીયાંશનું હોવાનું જણાવ્યું હતું જયારે મૃત્યુ આંક 9 ટકા જેટલો હોવાનું આર.એમ.ઓ. એ જણાવ્યું હતું જોકે આ હોસ્પિટલમાં હાલ ફિજિશિયન ડોક્ટરની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. અને જે એક માત્ર ફિજિશિયન હતા તેમને કોરોના પોઝેટીવ આવતા હાલ આ કોરોના હોસ્પિટલમાં ફિજિશિયનની જગ્યા ખાલી પડેલી છે તે ભરવા માંગ કરાઈ રહી છે. જયારે હાલ તબક્કે જે રીતે દર્દીઓના પ્રવાહ વધી રહ્યો છે તે જોતા આગામી સમયમાં ઓક્સીજન પ્લાન્ટની જરુરીયાત પણ જણાઈ રહ્યી છે. હાલમાં આ હોસ્પિટલમાં 30 બેડ ઓક્સીજનના છે ને સાદા 20 બેડ છે. ત્યાં દર્દીઓ નો પ્રવાહ વધે તો 100 બેડ ની વ્યવસ્થા આ હોસ્પિટલ માં થઇ શકે તેમ છે તેવુ જનરલ હોસ્પિટલ ના R.M.O ડો.રાજ સારસ્વત એ જમાવ્યુ હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here