અંક્લેશ્વર શહેર પો.સ્ટે . તથા હાંસોટ પો.સ્ટે.ના ગુનામા નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી હાંસોટ પોલીસ

શેર કરવા અહીં ક્લિક કરો.

અંકલેશ્વર શહેર પો.સ્ટે . તથા હાંસોટ પો.સ્ટે.ના ગુનામા નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી હાંસોટ પોલીસ

(મનિષ કંસારા ભરૂચ દ્વારા)
ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચના ઓ તરફથી વોન્ટેડ આરોપીઓ તથા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને ચિરાગ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર વિભાગ અંક્લેશ્વરનાઓના માર્ગદર્શન હેઠળ હાંસોટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી નાઓની સુચના મુજબ મળેલ બાતમી હકીકત આધારે હાંસોટ પોલીસ સ્ટેશન તથા અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી હાંસોટ ટાઉનમા આવેલ હોવાની ખાનગી બાતમી હકીકત આધારે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી તથા હાંસોટ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા દોઢ માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારીની પરિસ્થિતિનાં કારણે સંક્રમણ અટકાવવા સારૂ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ:- ઉમેર અબ્દુલ ખાલીક ગામત ઉં.વ.૨૫, રહે.હાંસોટ, લલીત સાગર, તા.હાંસોટ, જિ.ભરૂચ

ગુનાની વિગત:-
(૧) હાંસોટ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૯૯૦૨૪૨૧૧૪૧૭ ઇ.પી.કો. ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૨૭૯, ૩૩૭, MVACT ક.૧૭૭, ૧૮૪, ૧૮૭ R/W, ૧૩૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ
(૨)
અંક્લશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૯૦૦૪૨૧૧૮૪૨ ઇ.પી.કો. ક.૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
(૧) કે. એમ. ચૌધરી I/C પોલીસ ઇન્સ્પેક્ટર (૨) પો.કો. હર્ષદભાઈ સુરેશભાઈ (૩) પો.કો. ભુરાભાઈ ભાયાભાઈ (૪) પો.કો. જીજ્ઞેશભાઈ ગોવિંદભાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.