નડિયાદ-સોમવાર-દેશ-દુનિયામાં કુદકે ને ભૂસકે વધી રહેલી જન સંખ્યા અને તેની ભાવિ માઢી અસરો બાબતે ધ્યાન કેન્દ્રિત થાય તે માટે દર વર્ષે ૧૧ જુલાઇએ વિશ્વ વસ્તી દિવસ તરીકે સમગ્ર દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે. વધતી જતી વસ્તીથી આરોગ્ય, શિક્ષણ-રોજગાર, રોજગારી પર નકારાત્મક અસરો પડે છે. વસ્તી વધારાને કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. માથાદીઠ આવક ઘટે છે. તેથી વસ્તી વધારો નિયંત્રણમાં લાવવા માટે ભારત દેશે પહેલ કરીને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અપનાવેલ છે. આ પ્રકારની પહેલ કરનાર ભારત દેશ સમગ્ર દુનીયામાં પ્રથમ છે, જે અન્વયે ખેડા જિલ્લામાં પણ વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૦ ની ઉજવણી કરવામાં આવશે.  તા. ૨૪ જુલાઇ સુધી જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૦ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા વસ્તી સ્થિરતા લાવવા સારું અને સામાન્ય જનતામાં આ બાબતની જાગ્રુતી કેળવવામાં આવશે.

આ પ્રવ્રુત્તિઓમાં અલગ-અલગ આરોગ્ય વિષયક બાબતની ચર્ચા તથા કુટુંબ કલ્યાણ વિષે લક્ષીત દંપતીઓ સાથે સંપરામર્શ કરવો. જેમાં લગ્નની નિયત ઉંમર૨૦ વર્ષની ઉંમર બાદ બાળક, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહીં બે બાળક વચ્ચે સુરક્ષીત અંતર અને કુટુંબના સર્વાગી વિકાસમાં નાના કુટુંબોનો ફાળો વગેરે બાબતો પર ભારપુર્વક ચર્ચા કરવ. ઉપરોક્ત તમામ બાબતોને માતામરણ અને બાળમરણ ઘટાડવામાં કેવી રીતે સાંકળી શકાય તેવી પણ સમજણ આપવામાં આવશે. ચાલુ વર્ષે માટે “આપત્તિમાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી” નું સ્લોગન આપવામાં અવ્યું છે.

વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૦ની ઉજવણી મુખ્ય્ત્વે બે ભાગમાં કરવામાં આવશે. (૧) દંપતી સંપર્ક પખવાડીયું- તા ૨૭મી જુન થી ત.૧૦ જુલાઇ સુધી ઉજવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન સી.એચ.ઓ/એ.એન.એમ/મ.પ.હે.વ અને આશા પોતાના વિસ્તારમાં દરેકને આ કાર્યક્રમની જાણ કરી આ બે અઠવાડીયા દરમિયાન કુટુંબ કલ્યાણ અંતર્ગત, અલગ-અલગ પધ્ધતિઓનું પ્રદર્શન, જરૂરિયાતમંદ લાભાર્થી સાથે પરિવાર નિયોજન અંગે માહિતી, આઇઇસી દ્વારા આલગ-અલગ પ્રવ્રુત્તિ અંતર્ગત ગામમાં બેનર, પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. વોલ પેઇન્ટીંગ કરવામાં આવ્યુ હતું. ખાસ કરીને લગ્ન માટેની યોગ્ય ઉંમર, બાળ કથવાનો યોગ્ય ગાળો, પોસ્ટ પાર્ટમ અને પોસ્ટ આર્બોશન ફેમીલી પ્લાનીંગ સેવાઓ, પુરુષ ભાગીદારી વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા હતાં. ફેમીલી પ્લાનીંગનો નવો લોગો-સ્લોગન દરેક આરોગ્ય સંસ્થા ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. (૨) જ્યારે જનસંખ્યા સ્થિરતા પખવાડીયું તા.૧૧જુલાઇ થી તા.૨૪ જુલાઇ સુધી ઉજવવામાં આવશે. આ સમય દરમ્યાન જિલ્લા હોસ્પિટલ, એફ.આર.યુ.સા.આ.કે. ખાતે કેમ્પના માધ્યમથી કાયમી અને બિનકાયમી કુટુંબ કલ્યાણની પધ્ધતિઓનો મોટા પાયે લાભ આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન આઇ.ઇ.સી.મટીરીયલ્સનું વિતરણ કરવામાં અને વધારામાં નોન સ્કાલપેલ વાઝેકટોમી (એન.એસ.વી.) ઉપર વધારે ભાર મૂકીને પુરુષ ભાગીદારી વધારવા સારું પ્રયત્ન કરવામાં આવનાર છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Contribute Your Support by Sharing this News: