“સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણીનું આયોજન  કરવામાં આવશે.”

શેર કરવા અહીં ક્લિક કરો.

વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સમયે સમયે શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણને લગતા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. વિશ્વ ભરમાં ચાલી રહેલ કોરોના વાઈરસની બીમારીમાં જયારે દરેક વ્યક્તિ પોતાના ઘરે રહી પોતાના સ્વાસ્થ્યની સંભાર રાખે છે, તેવામાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ અને જળવાયુંમાં થઇ રહેલ બદલાવને ધ્યાને લઈને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણી કરીને વિદ્યાર્થીઓમાં ગ્લોબલ વોર્મિંગ અસર અને પર્યાવરણના વિવિધ  વિષયોની જાગૃતી લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણીના ભાગ રૂપે યુનિવર્સિટી દ્વારા તા. ૦૫ જૂન ૨૦૨૦ ના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ધોરણ-૧૦,ધોરણ-૧૨, ડીપ્લોમાંના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતા અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન ક્વિજનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, એન્વાયરમેન્ટ એન્ડ કલાઇમેટ ચેંગ વિષય ઉપર નિબંધ સ્પર્ધા અને એન્વાયરમેન્ટ અવેરનેસ થીમ ઉપર એક ક્વીજ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ વિવિધ સ્પર્ધાઓના અંતે ધોરણ-૧૦, ધોરણ-૧૨, ડીપ્લોમાં અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમ ચાર કેટેગરીમાં દરેક સ્પર્ધામાં ત્રણ ઇનામનું પણ આયોજન કરેલ છે. વધુમાં પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ઈ-સર્ટીફીકેટ આપવામાં આવશે.આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગલે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. ઉપરોક્ત પ્રોગ્રામનું આયોજન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ.) વી. કે. શ્રીવાસ્તવના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.