ક્ષોની નોંધણી માટે 5થી 15મી જૂનનો સમય નક્કી કરાયો છે. જ્યારે 20મી જૂનથી 30મી સપ્ટેમ્બર દરમિયાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યા પ્રમાણે સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનમાં 20 હજાર લોકો જોડાશે. વિશ્વ પર્યાવહણના દિવસે દધિચિ બ્રિજથી સુભાષબ્રિજ વચ્ચે નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલબેન પટેલ અને ધારાસભ્યો જોડાશે. આગામી 15મી જૂન સુધી સાબરમતી નદીને સંપૂર્ણ સ્વચ્છ કરી દેવામાં આવશે. આ ઉપરાંત નદીમાં ઠાલવવામાં આવતું ગંદુ પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
“અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી જનભાગીદારીથી અમદાવાદની ગ્રીન કવર વધારવા, સાબરમતીને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત દરેક વોર્ડમાં ઇ-રીક્ષા આપવામાં આવી રહી છે. પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ કોઈ વ્યક્તિ ગંદકી કરશે તો પગલાં ભરવામાં આવશે. રાજ્યના અન્ય શહેરો પણ અમદાવાદ પાસેથી પ્રેરણા લઈને યોજનાઓ ઘડી રહ્યા છે. કદાચ ધાર્યા પરિણામો ન મળે તો પણ આપણે સતત પ્રયાસો કરવા પડશે.”
વિશ્વ પર્યાવરણના દિવસે મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણના વિશેષ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે વૃક્ષોની નોંધણી માટે 5થી 15મી જૂનનો સમય નક્કી કરાયો છે. જ્યારે 20મી જૂનથી 30મી સપ્ટેમ્બર દરમિયાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. હાલમાં શહેરમાં 6.18 લાખ વૃક્ષો હોવાનો કોર્પોરેશન દાવો કરી રહ્યું છે. પરંતુ આ વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનો જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તેનાથી આગામી ત્રણ વર્ષમાં શહેરનું ગ્રીન કવર પાંચ ટકા જેટલું વધશે. હાલ શહેરનું ગ્રીન કવર માત્ર 4.66 ટકા છે. આ માટે જાપાની પદ્ધતિથી અમદાવાદમાં 10 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે.
આ પદ્ધતિથી વાવેલા વૃક્ષોની કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરવાની ક્ષમતા 30 ગણી વધુ છે. આ છોડનો વિકાસ 10 ગણી ઝડપે થાય છે. આ પદ્ધતિથી 30-40 પ્રકારના વૃક્ષો ઉગાડી શકાય છે. બે વર્ષમાં આ વૃક્ષો સ્વાવલંબી બની જાય છે. આથી બે વર્ષ બાદ તેની દેખરેખ રાખવાની જરૂર નથી પડતી. આ પદ્ધતિમાં વૃક્ષો વિવિધ પ્રકારની જમીન પર ઝડપથી, ટકાઉ તથા કેમિકલમુક્ત વન વિસ્તાર વિકસાવી શકાય છે. તેનાથી વૃક્ષો ઝડપથી ઉગી શકે છે. પહેલા વર્ષે છોડની ઉંચાઈ 12 થી 15 ફૂટ સુધી પહોંચે છે અને બીજા વર્ષે 20-25 ફૂટની ઉંચાઈ થાય છે. આ ટેક્નોલોજીથી 5 ફૂટના રોપા માટે અંદાજે રૂ.75 ખર્ચ થશે. આ વૃક્ષોનું થડ પ્રમાણમાં પાતળું રહે છે જેનાથી ત્રણથી પાંચ ફૂટના અંતરે વૃક્ષો વાવી શકાય છે.