ગરવીતાકાત,ખેડા: નડિયાદ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ખેડા જિલ્લાની કાર્યશાળા યોજવામાં આવી હતી આ કાર્યશાળા અંતર્ગત દરેક બુથ સમિતિ ની રચના કરવા માટે માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને  અને વંદેમાતરમ ગીત ગાઈને કરવામાં આવી હતી .તેમજ સંગઠન પર્વ 2019 માં ખેડા જિલ્લામાં નોંધણી ની પ્રકિયાની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીજીની  ઉપસ્થિતિમાં નવા સદસ્યની ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને સંગીત,રમત ગમત ,નાટક અને ફિલ્મ ક્ષેત્રે જોડાયેલા સૌ કલાકાર મિત્રોએ ભાજપાનો ખેસ પહેરીને વિધિવત પાર્ટીમાં જોડાયા હતા  .ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહ મંત્રી  તેમજ  રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહની વિકાસની રાજનીતિથી પ્રેરાઈને દેશને વધુ મજબૂત કરવા માટે સૌ સ્વેછાએ જોડાયા હતા.

આજની આ કાર્યશાળાની સાથે સાથે ખેડા સંસદ શ્રી દેવુંસિંહજી ચૌહણની 2019-2020 ની સંસદ ગ્રાન્ટમાંથી દિવ્યાંગ ભાઈ બહેનોને  બેટરીથી ચાલતી ટ્રાઇસિકલ નું વિતરણ પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીજી ના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપ પ્રમુખ  ભાર્ગવભાઇ ભટ્ટ ,સંસદ શ્રી દેવુંસિંહજી ચૌહાણ , પૂર્વ  કેબિનેટ મંત્રી અને ખેડા પ્રભારી જયસિંહ ચૌહાણ , મધ્ય ઝોનના અને જિલ્લાના સંરચના અધિકારીશ્રીઓ ,મહેમદાવાદ અને માતરના ધારાસભ્યશ્રીઓ ,જિલ્લા મહામંત્રી શ્રીઓ ,પૂર્વ ધારાસભ્ય શ્રીઓ તેમજ ખેડા  જિલ્લાના તમામ તાલુકા , શહેર ,નગરપાલિકા ના  સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા